SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨. બેધામૃત ૫૧૩ અગાસ, તા. ૧૮-૭-૪૪ તત્ કે સત્ આષાઢ વદ ૧૩, મંગળ, ૨૦૦૦ દેવદુર્લભ ઘેલછા અમે ઘેલાં થયાં બાઈ રે, ઘેલામાં ગુણ લાગ્યું. આગે તે અમે કાંઈનવ જાણતાં મન માયામાં બાંધ્યું; ભવસાગરમાં ભૂલાં પડિયાં, મારગે મળિયા સાધુ રે-ઘેલામાં ઘેલાં તો અમે પ્રભુનાં ઘેલા, દુર્જનિયાં શું જાણે? જે રસ દેવ-દેવીને દુર્લભ, તે રસ ઘેલાં માણે રે-ઘેલામાં ઘેલાં તે અમને પ્રભુએ કીધાં, નિર્મળ કીધાં નાથ; પૂર્વજન્મની પ્રીતડી રે, પ્રભુએ ઝાલ્યાં હાથે રેઘેલામાં ઘેલા ઘેલાં તમે શું કહે, ઘેલાં ઘેલાનું કરશે; સુખનું કહેતાં દુઃખ જ લાગે, તે નર કયાંથી તરશે રે?–ઘેલામાં ઘેલાં તે અમે કાંઈ નવ જાણતાં, સાધુ શરણાં લીધાં, મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ સમયે કારજ સીધાં રેઘેલામાં બાઈ કહે પ્રભુ રાજગુરુ-ગુણ સમયે કારજ સીધાં રે-ઘેલામાં” ભગવતી બાઈ મીરાંબાઈનું એક પદ આ પત્રને મથાળે લખ્યું છે, તે રાગ બેસાડી વાંચશો તે આનંદ આવશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી તે પદ સભામાં ગવરાવતા. માર્ગાનુસારી ભક્તોના ભજનથી તેઓશ્રીએ પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનું શીખવ્યું. તેમાં મુખે તે તેઓશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યેને ઉ૯લાસભાવ જ બધાનાં હૃદયમાં ભક્તિભાવ ભરી દેતે હતે. સત્સંગને વેગ ન હોય ત્યારે કોઈ પણ પ્રકારે પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ વર્ધમાન થતું રહે તેવું વાંચન, ભક્તિ, સ્મરણ, વાતચીત કે કંઈ કંઈ નવીન મુખપાઠ કરવામાં, શીખવામાં વૃત્તિ જોડી રાખવી. સંકટ સહી સમભાવ, રૂડા રાજને ભજીએ. જગત-ભગતને વેર અનાદિ, સૌનાં મહેણુ સહીએ; જે કહે તેને કહેવા દઈએ, પ્રભુભજનમાં રહીએ રે, રૂડા સત્સંગમાં તે સહેજે સારી વૃત્તિ રહે, ભક્તિભાવ થાય પરંતુ સત્સંગના વિયેગે પણ પરમકૃપાળુદેવનાં વચને, પ્રભુશ્રીજીને બોધ કે તેવા પત્રોમાં વૃત્તિ રાખી ભક્તિભાવને પોષવામાં ભક્તજનની કેસેટી છે. ધીરજથી એ કસોટીમાં પાર થાય તેને લાભ ઘણે થાય છે જી પ. ઉ, પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને વિરહમાં રાખીને જ પરમકૃપાળુદેવે પરમ કૃપા કરી છે. વૈરાગ્ય અને ઉપશમ એ બે યોગ્યતા આપનાર ગણે છે. જેને આ સંસારનાં સુખ પણ અગ્નિ જેવાં દાહ ઉત્પન્ન કરનારાં લાગે, પિતાને અધમાધમ જે માને અને એક પરમકૃપાળુ દેવને જ આધારે સત્સંગની ભાવના પિષતા રહી દહાડા કાઢે તેને ધન્ય છે ! અત્યારે જે દુઃખના દહાડા જણાય છે તે ભવિષ્યમાં ઘણું કીમતી અને સુખનાં કારણરૂપ સમજાશે. ઉનાળાના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy