________________
પત્ર સુધા
૫૦૧
અગાસ, તા. ૧૭-૬-૪૪ તત છે ત્
જેઠ વદ ૧૨, શનિ, ૨૦૦૦ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને
અત્યંત ભક્તિથી નમસ્કાર હે ! નમસકાર છે ! * अणुगुरुदेहप्पमाणो उवसंहारप्पसप्पदो चेदा ।
असमुहदो ववहारा, निच्छयणयदो असंखदेसो वा ॥ (द्रव्यस ग्रह) (ચૈતન્ય) જીવ વ્યવહારથી નાનામોટા દેહને અનુસરીને સંકોચવિકાસરૂપ બને છે. માત્ર સમુદ્યાત નામની (દેહ તન્યા વિના આત્મપ્રદેશને દેહ બહાર ફેલાવવારૂપ) ક્રિયામાં સંસારી જીવ દેહપ્રમાણ નથી રહેતા અને નિશ્ચયથી તે અસંખ્યાતપ્રદેશી આત્મા ત્રણે કાળ રહે છે.
તીર્થ શિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી.
આપને પત્ર મળે. પૂ..ને શંકા રહે છે કે જીવ સંકેચ-વિકાસનું ભાજન છે એમ કેમ બને ? આત્મા તે અરૂપી છે. તેને ઉત્તર યથામતિ લખતા પહેલાં જણાવવું જરૂરનું છે કે આવા સિદ્ધાંત ધરૂપ પ્રશ્નો સમજવા, નિર્ણય કરવા પ્રથમ ઉપદેશબોધની ઘણી જરૂર છે; ઉપદેશબોધ પરિણામ ન પામ્યો હોય એટલે જેને આ સંસાર અસાર, અશરણરૂપ, જન્મમરણનાં દુઃખથી ભરેલું અને તેમાં ક્યાંય સુખ નથી એમ જાણી વહેલામાં વહેલી તકે તેથી મુક્ત થઈ એક આત્મહિત જ આ ભવમાં કરી લેવું છે, એવી દાઝ ન જાગી હોય, ત્યાં સુધી અરૂપી એવા આત્મા સંબંધી વાત કરે કે સાંભળે તે અજાણી ભાષાનું ગીત સાંભળ્યા જેવું છે; કંઈક કર્ણપ્રિય લાગે પણ ભાવ સમજાય નહીં. એટલે મારે તમારે બન્નેએ વૈરાગ્યઉપશમની વૃદ્ધિની હાલ જરૂર છે અને વૈરાગ્યાદિ કારણોથી વિચારની નિર્મળતા થતાં સહજમાં સમજી જવાય તેવી દશા પ્રાપ્ત થવા યોગ્ય છે. હાલ તે આપની શંકા દૂર થાઓ કે ન થાઓ પણ ચિત્તસમાધાન થવા અર્થે ઘણું જ ટૂંકાણમાં લખું છું, જે ઉપર વિચાર કરવાથી બુદ્ધિને સંતેષ થવા સંભવ છે. | વેદાંત સિદ્ધાંત અને જિન સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત એક જ આત્મા સર્વવ્યાપી માને છે. જિનભગવાન આખું વિશ્વ (લેક) ઠસેઠસ કાજળની કુપીની પેઠે થી ભરેલું વર્ણવે છે એટલે ત્રણે લેક જીવથી ભરેલા છે. તેને જીવજાતિ અપેક્ષાએ કહીએ તે ચૈતન્યસાગરરૂપ આખું
* લઘુગુરુ દેહ પ્રમાણે ચેતન સે કેચ-વિકાસશાળી છે,
અસમુદ્રઘાત વ્યવહારે, નિશ્ચયનયથી અસંખ્યદેશી છે.
(દ્રવ્યસંગ્રહ-અનુવાદ)