SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૬૫ નિમિત્તાધીન જીવે છે, તેથી ઉત્તમ ઉત્સવના પ્રસંગમાં ભાવની વૃદ્ધિ થાય તે કલ્યાણકારી છેજ. શરીર અને શરીરના આશ્રિતમાં મેહમમતાભાવ છે તે દૂર થાય તે પિતે પિતાને બોધ કરવા ગ્ય છે. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં.” ઉત્તમ નિમિત્તે પણ પોતે જાગ્રત થશે ત્યારે કામ થશે. ૪૮૮ અગાસ, તા. ૬-૪-૪૪ આપે પુછાવેલ પત્ર ૩૫૮ ની શરૂઆતમાં બે દષ્ટિની વાત છે. એક લોકેની દષ્ટિ તે લૌકિક દષ્ટિ અને બીજી જ્ઞાનીના અભિપ્રાયવાળી અલૌકિક દષ્ટિ. એ બન્નેનું સ્વરૂપ અને ફળ પરસ્પર વિરોધી છે. એક પુદ્ગલસુખને ઈષ્ટ માનનારી બહિરાત્મ ની દેહદૃષ્ટિ છે અને બીજી દષ્ટિ (“પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત” શ્રી દેવચંદ્રજી કહે છે તેમ) દેહ તે હું; દેહાદિ સુખો, તેની મીઠાશ, ધનાદિક મારાં, તેની મમતામાં વિશ્વાસ અને સુખબુદ્ધિ એ અજ્ઞાનદષ્ટિના ત્યાગથી સ્વીકારવા ગ્ય જ્ઞાનીની દષ્ટિ છે. હું કંઈ જાણતો નથી, જ્ઞાનીએ આત્મા જાણે છે. તે કહે છે તે મને માન્ય છે, માન્ય કરવું છે. મારી માન્યતાઓ અનંત પરિભ્રમણ કર્યું. હવે ઇન્દ્રિય અને દેહાદિ પુદ્ગલ સુખની પુષ્ટિ કરવાની વૃત્તિ તજી, અનાદિ સ્વપ્નદશાથી રહિત પુદ્ગલના સુખદુઃખથી ભિન્ન જે સન્મુખ આત્મગુણ છે, તે જીવને નિષ્કાંક્ષિતગુણ પ્રગટશે સમજાય છે. તે આત્મિક સુખ સર્વે અનુકૂળતાએ તજીને પ્રાપ્ત કરવું છે, એ નિર્ણય તે જ્ઞાનીના અભિપ્રાય પ્રમાણે છેજી. દેહાદિ પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની કહે છે તે સ્વીકારે તેને સમ્યફદર્શન પ્રાપ્ત થાય છે એવું એ બે લીટીમાં જ્ઞાનીને કહેવું હોય તેમ ભાસે છે”. “મૂળમાર્ગ'માં તે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે— છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ-મૂળ” જગત જેને સુખ માને છે ને જગત જેને દુઃખ માને છે તે જ માન્યતા જેની રહી હોય તે જ્ઞાનીને આશ્રિત નથી. જ્ઞાનીનું કહેલું જેને સર્વ પ્રકારે સંમત છે, તે જ્ઞાનીને આશ્રિત અને સમ્યફદર્શનને અધિકારી છેજ. તે વારંવાર વિચારવા યોગ્ય છેo. o શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૭-૪-૪૪ તત છે સત્ ચૈત્ર સુદ ૧૪, શુક, ૨૦૦૦ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનના અભિપ્રાય પ્રત્યે જેઈને પામે નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યફદર્શન થાય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર (૩૫૮) કર્મના ઉદય વખતે કેવા ભાવ રાખવા શ્રેયસ્કર છે? કેવા પરિણામ રાતદિવસ રહ્યા કરે છે? અને તેનું કેવું ફળ આવવા યોગ્ય છે? એ વિચાર મુમુક્ષુ જીવે વારંવાર કર્તવ્ય છે. જે દોષ દેખાશે, તે ખૂચશે, તે જીવ જ્ઞાનીએ દવારૂપ સત્સાહન આપ્યું છે તેને સંભારીને તુર્ત ઉપાય કરશે. પણ જેમ ખેરાક વિના દુઃખ લાગે છે, ધન વિના દુઃખ લાગે છે કે કેઈ અણુ 30
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy