________________
પત્રસુધા
૪૩
૪૮૫
અગાસ, ચૈત્ર સુદ ૪, ૨૦૦૦ જ્યાં સુધી અનિત્ય પદાર્થોમાં ચિત્તની પ્રવૃત્તિ પ્રીતિસહ વર્તે છે, તેને અર્થે હર્ષશોક થયા કરે છે અને તેની વાસના રહ્યા કરે છે ત્યાં સુધી શાંતિની આશા કયાંથી રાખી શકાય? શાંતિ, સુખને વાસ તે શુદ્ધ આત્મસ્વરૂપમાં કે તે પદ પામેલા પરમકૃપાળુદેવમાં છે, તે જેણે સસુખ પ્રાપ્ત કરવું હોય તેણે જ્યાં તેને વાસ છે તેની યથાર્થ ઉપાસના કર્તવ્ય છે. બાગની શોભા જેવા રખડતે માણસ ભૂખ્યો થયે હોય, તે તે રખડવું છેડીને ધુમાડો બૂક પડે તેપણ ચૂલે ચેતાવી રસોઈ કરે અને જમે તે ભૂખ ભાંગે, તૃપ્તિ થાય; તેમ જગતના ચિત્ત-આકર્ષક અનિત્ય પદાર્થોમાં રખડતું મન રોકીને મુશ્કેલી લાગે તે પણ મુક્તિમાર્ગને આરાધવા જ્યારે જ્ઞાનીનું કહેલું ગળે ઉતારશે ત્યારે જ જીવને આત્મ-તૃપ્તિ, સસુખની પ્રાપ્તિ થશેજી. વધારે શું લખવું? સન્મુખ વિના આ જીવ નિરંતર દુઃખી છે એમ હજી નિર્ણય પાકો થયે નથી, તે વારંવાર વિચારી દઢ નિર્ણય કર્તવ્ય છે. પછી દુઃખ માનશે ત્યાં ચિત્ત ટકશે જ નહીં; જ્યાં શાંતિ હશે ત્યાં ભ્રમરની પેઠે શેધતું ફરશે, પ્રાસ પણ કરશે એ જ વિનંતી.
૪૮૬ અગાસ, ચૈત્ર સુદ ૪, મંગળ, ૨૦૦૦ તમારી ભાવના જાણી. કરાળ કાળમાં કાલની કોને ખબર છે? અખા ત્રીજને દિવસે ધામણ તરફના એક ગામમાં ચિત્રપટની પ્રતિષ્ઠા કરવાની હતી તે ભાઈને દેહ છૂટી ગયાના સમાચાર આવ્યા છે માટે ધર્મના કાર્યમાં ઢીલ કર્તવ્ય નથી. “કાલ કરવા ધારતે હોય તે આજ કર, આજ કરવું હોય તે હમણાં કર’ એમ કહેવાય છે તે ખરું છે. ધનન કરતાં ધર્મની વિશેષ અગત્યતા લાગે અને નાશવંત વસ્તુઓ કરતાં શાશ્વત વસ્તુ અર્થે વિશેષ આયુષ્યને વખત ગળાય તે નિર્ણય અને તદનુસાર પુરુષાર્થ જ્ઞાનીને વિશ્વાસે તેને શરણે કર્તવ્ય છે. તમારી વિનંતી ભાવનારૂપે ઠીક છે, પણ વિશેષ વિચારે તમે શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખે તે વિશેષ લાભનું કારણ સમજાય છે. આશ્રમનું સ્થળ જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ માસાં કર્યા છે, જ્યાં અનેક મુમુક્ષુઓ પિતાને સ્વાર્થ ઘેડા વખત માટે કે લાંબા વખત માટે તજી એક ધર્મધ્યાન અર્થે જ રહે છે તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈ રહેવાય તે આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાધિપણે ધર્મધ્યાનમાં જાય તેવો સંભવ છેછે. બીજા ની વાત ગૌણ કરી હાલ તે જેને પરમ સત્સંગની પ્રાપ્તિ થઈ છે તેવા એ તેની સફળતા કરી લેવાની ઉતાવળ અંતરમાં રાખવી ઘટે છે . આ વિચારે ક્યાંય વિશેષ રહેવાની વૃત્તિ થતી નથી. પ્રારબ્ધયેગે જવું પડે તે ટૂંકામાં પતાવી નિવૃત્તિ વિશેષ આરાધાય તેમ ધારણા હોવાથી આપની વિનંતી તરફ વૃત્તિ રહેતી નથી. જેને આવા કાળમાં પણ ધર્મજિજ્ઞાસા જાગશે તે તે ગમે ત્યાંથી દૂરથી પણ આવી તેની આજ્ઞાના આરાધનમાં જોડાઈ જશે અને કલ્યાણને ભાગી બનશેજી. માટે આપણે આપણી જિંદગીને જે કીમતી અને પરમ પુરુષની આજ્ઞા પ્રાપ્ત થવાથી મહામૂલ્યવાન માનતા હોઈએ તે તે વ્યર્થ નિરર્થક કાર્યોમાં વહી ન જાય તેમ કોઈ ઉત્તમ ક્રમમાં નિયમિતપણે ગાળવી ઘટે છે. ધન, સ્ત્રી, પુત્રાદિ પિતાના નથી છતાં પિતાના જ્યાં સુધી મનાય છે ત્યાં સુધી તે કમ કેમ આરાધાય? પરમ