SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત મહાદુઃખકારી છે. પણ મેં જે કંઈ પત્રમાં લખ્યું હતું તે ઉપદેશરૂપે કે સૂચનારૂપે હતું, તેને તેવા રૂપે સમજવાથી જીવને કલેશનું કારણ ન થાય. હું કોઈને “આજ્ઞા” કરતું નથી. જ્ઞાનીની “આજ્ઞા” કહી બતાવું ખરો. અને જે તેની “આજ્ઞા” ઉઠાવે તેનું કલ્યાણ થાય. સપુરુષનાં વચનમાં બે પ્રકાર હોય છે. એક ઉપદેશરૂપ અને બીજે આજ્ઞારૂપ. તેમાં ઉપદેશરૂપ પણ કલ્યાણકારી છે પણ તેમાંથી યથાશક્તિ ગ્રહણ કરી, બીજાની ન બને ત્યાં સુધી ભાવના રાખવાની છે. બીજો પ્રકાર “આજ્ઞારૂ૫ છે તે તે મરણતુલ્ય સંકટમાં પણ અનુલંઘનીય છે. “બાળry ધ ગાળ ત” એવું આચારાંગજીનું ફરમાન છે માટે જે “સપુરુષની આજ્ઞા” આપણને પ્રાપ્ત થઈ છે તે તે મરણપ્રસંગે પણ ચૂકવા યોગ્ય નથી અને બાકી તે આજ્ઞાને પિષનાર હિતકારી ઉપદેશવચને જે જે મળ્યાં હોય કે ભવિષ્યમાં મળે તે સર્વને પિતાની શક્તિ વિચારી અમલમાં મૂકવા ગ્ય છે. આ ખુલાસે જે કહ્યો છે તે માત્ર તમારા મનના સમાધાન અર્થે નથી પરંતુ શાસ્ત્ર પ્રણાલી આ જ પ્રકારની છે, જે તમને જાણવામાં વખતે ન હોય તે જે જે પત્રમાં લખાય તે આજ્ઞારૂપ માની, ન બને તેને ક્લેશ કરે તેમ ન થાય અને આર્તધ્યાનમાં વૃત્તિ ન જાય એટલા માટે લખ્યું છે. પણ પુરુષાર્થ મંદ કરવા કે સ્વછંદનું, વિષયનું કે પ્રમાદનું પોષણ થાય તે અર્થે પણ લખ્યું નથી. આ બધા દોષે તે ટાળવાના જ છે અને ટાળવા માટે જ જ્ઞાનીઓએ ઉપદેશ દીધેલ છે. માટે બનતા પ્રયત્ન સદાચાર તરફ અહિંસા, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ ગુણ તરફ ખેંચ રાખી યથાશક્તિ પ્રવર્તવા ભલામણ છે. સ્મરણ, ભક્તિ આદિ જ્ઞાનીએ જણાવ્યું છે તે આપણું ખરું જીવન છે, બાકી તે ધમણની પેઠે શ્વાસે શ્વાસ લેવાય છે તે તે પૌગલિક જીવન છે. માટે આત્મ-સંભાળ રાખવા વારંવાર ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૫૩ અગાસ, ભાદરવા વદ ૦)), ૧૯૯૯ બવા, શર્તન, ચિંતવન, સેવન, વૈન, ધ્યાના રધુતા, સમતા, પ્રતા, નવધા મદિં પ્રમાણ I” ૧. શ્રવણું – સદૂગુરુનાં વચને સાંભળવા, વાંચવાં કેમલ પરિણામ સહિત, માહાસ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષનાં વચનમાં તલ્લીનતા તે આસ્થા. ૨. કીર્તન – સત્પરુષના ગુણગ્રામ કરવા. સ્તુતિ, મંત્રને ઉચાર, ગોખવું, ઉતાવળે ફેરવી જવું, કોઈને કહી બતાવવું. ૩. ચિંતવન – જે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, મુખપાઠ કર્યું હોય, ઉતાવળે સાદે ફેરવી જતા હોઈએ, સ્તુતિ કરતા હોઈએ, તેના અર્થને વિચાર કરવો; ન સમજાય તે પૂછવું હોય તેની સ્મૃતિ કરી હવે સમજાયું કે હજી શંકા રહે છે અને વિચાર કરે. ૪. સેવન – ભાવના, બાર ભાવના વગેરે વારંવાર વિચારી આપણું ભાવ, જે ચિતવનથી આત્મહિતને નિર્ણય થયે હોય તે રૂ૫ રહ્યા કરે એવો અભ્યાસ પાડવે. જેમ માળામાં ચકલી ઇંડા ઉપર બેસી રહે છે અને બચ્ચે થતાં સુધી ઈડું સેવે છે, તેમ આત્મજ્ઞાન થતાં સુધી સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવાનું છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy