SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત આ મનુષ્યભવમાં છે તે જેમ બને તેમ સર્વ જીવ પ્રત્યે નિરબુદ્ધિ, મૈત્રીભાવ રાખી વર્તવાનું કરે, બીજાના ગુણે જોવાની દૃષ્ટિ રાખે અને પિતાના દોષે દેખી ટાળવાને પુરુષાર્થ કરે તથા સર્વ જીવનું કલ્યાણ થાઓ એમ ઈ છે. પિતાનાથી બને તેટલી બીજાને સારા કામમાં મદદ કરે અને પિતાનું બને તેટલું કર્યા છતાં કેઈનું હિત ન થાય તેમ લાગે ત્યાં મધ્યસ્થ ભાવ રાખવાને અભ્યાસ કરે તે જીવ જ્ઞાની પુરુષના માર્ગને ગ્ય થાય. જે જે બંધનના, કષાયના, અજ્ઞાનના ભાવ છે તે દૂર કર્યા વિના પુરુષની સમજણને વારસ જીવ કેવી રીતે બને ? શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૭ અગાસ, તા. ૧૧-૮-૪૩ ભાદરવા સુદ ૧૦, બુધ, ૧૯૯૯ નહીં હરે મિથ્યાત્વ જે, સર્વ દુઃખનું મૂળ તે શાને શૂરવીર (ર) જે, આત્માને પ્રતિકૂળ. ગણના તારાગણ તણી, ગગને કદી કરાય; પણ સદ્ગુરુના ગુણ તણું, માપ ન થાય જરાય. અકસ્માતથી બયા, ઈજા થઈ નથી અને મક્તનું જીવવાનું મળ્યું છે એ વિચાર ઊગે છે તે પિલાતે રહે, મરી ન જાય તે માટે શું વિચાર્યું છે? તે વિચારણામાં મદદ કરે તે એક લેખ પરમકૃપાળુદેવને “તત્ત્વજ્ઞાન'માં છપાયેલ છેઃ ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે”(૮૪) તે વારંવાર વિચારી બને તે મુખપાઠ કરી લેવા જેવો છે. કોઈ પારિભાષિક શબ્દો ન સમજાય તે ત્યાં અટકી રહેવા યોગ્ય નથી. આત્મલક્ષ રાખીને વાંચવાથી સવળું પરિણમશે. “તત્વજ્ઞાનમાં તો ઘણી બાબતે છે પણ તે સર્વ એક આત્માર્થે જ છે, એ લક્ષ ન ચકાય તે વારંવાર વાંચે નવા નવા ભાવે આગળ વધવા પ્રેરે તેવા સ્કુર્યા કરે તેમ છે. ચિત્ત-પ્રસન્નતા સાચવશે. “ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું, પૂજા અખંડિત નેહ, કપટરહિત થઈ આતમ અરપણું, આનંદઘનપદ રેહ.” ચિત્તની નિર્મળતા, નિર્દોષતા એ પ્રસન્નતા છે, રાગદ્વેષ છે ત્યાં મલિનતા, આસક્તિ, લેશ છે. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનું એક વચન અનેક રીતે વિચારી આત્મહિતમાં આવવા અર્થે ઉપદેશેલું નીચે લખું છું તે વ્યવહાર, પરમાર્થ બનેમાં ઉપયોગી છે – “શું કરવા આવ્યા છે? અને શું કરે છે?” તે રોજ વિચારશોજી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૮ અગાસ, તા. ૧૬-૮-૪૩ દિવસે દિવસે મુમુક્ષતા વર્ધમાનતાને પામે તેમ કર્તવ્ય છેજી. “ધર્મરંગ જીરણ નહીં, દેહ તે જરણ થાય” એમ શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે, તે પ્રત્યક્ષ સદ્દગુરુનો વેગ જેને થયું છે તે મહાભાગ્યશાળી જીવે પોતાના ભાવ દિવસે દિવસે વર્ધમાન થતા જાય તેમ પ્રવર્તવાની તથા તેની ચેસી રાખવાની જરૂર છે. ધનની કાળજી રાખી વૃદ્ધિ થાય તેવી ...
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy