________________
४०४
બેધામૃત
કરવાનો વિચાર તેમને નથી હોતે, તેથી આપણે કરીએ છીએ તે જ કરવા તે કહે. પણ તેવી સમજ તેમની થાય ત્યાં સુધી આપણે મુશ્કેલી વેઠવાની રહી. એક તો તેમને દેહને મેહ હોય છે તેથી દેહને માટે કાળજી રાખવા કહે. મૌન રાખવાથી તે તેમના વિચારો ફરે એવી અત્યારે તમારી દશા નથી, તેથી તેમના કાનમાં જ્ઞાની પુરુષનાં વચને પડતાં રહે તેવું કંઈક કરવું ઘટે. એટલે તમારે કે તેમને પસંદ પડે તેવા કેઈએ એકાદ કલાક તેમની આગળ વાચન કરવાનું રાખ્યું હોય તે સ્વજને તરફની ફરજ બજાવવા પૂરતે સંતેષ પણ તમને રહે અને તેમને પણ સારું શું છે તેને વિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થાય. હાલ તે તમને ઈચ્છા થતી હોય તે મોક્ષમાળાનો એક પાઠ વાંચી તેને ભાવાર્થ, તેમની સાથે વાત કરવાને પ્રસંગ બને ત્યારે જણાવ, કે બાર ભાવના “સમાધિસોપાનમાં છે તેમાંથી થોડું થોડું વાંચી વાતચીતના પ્રસંગોમાં તે ભાવ રેડતા રહેવા ગ્ય છે.જી. અને તેમને એમ થાય કે તમે બે ઘડી વાંચે તો અમે સાંભળીએ, તે પૂ...નાં માતુશ્રી, તમારાં માતુશ્રી, તમારાં ભાભી વગેરેને અનુકૂળ નવરાશને વખત હોય ત્યારે કલાક તે ગામમાં રહેવું બને ત્યાં સુધી ખોટી થાએ તે તેમને રસ પડે તે પછી જેને વાંચતાં આવડતું હોય તેની પાસે પછી વંચાવવાનું તે ચાલુ પણ રાખે. શરીર સાચવવાની વાત કરે તે આપણે જણાવવું કે શરીર પાડી નાખવાના નિર્ણય ઉપર હું આવ્યું નથી, દવા કરવા માટે તે આવ્યો છું; ભક્તિથી શરીર બગડતું હોય તે અગાસમાં બધાંનાં બગડવાં જોઈએ, શરીરને આધારે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન આ ભવમાં કરી લેવાને વિચાર છે તેથી તમે કહો છે તેવી સંભાળ તે હું વગર કહે લઉં છું; પણ બાંધેલાં કર્મ ભગવ્યા વિના છૂટકે નથી તે પણ સાંભળ્યું છે તેથી મને વિશેષ લાગતું નથી અને તમે શરીર સુકાતું દેખી શેક કરે છે. આપણાથી બને તેટલું કરીએ, પછી જે થવાનું હશે તે થશે. માટે હવે મને શરીર ન જાણશે; મારા આત્માનું કલ્યાણ થાય તેવી આશિષ આપની પાસે માગું છું અને આપને પણ, મારા અંતરની ઈચ્છા એવી છે કે હવે આત્મા ઓળખવા તથા તેનું હિત સાધવા ભણી તમારી વિશેષ કાળજી થશે તે મને સંતેષ રહેશે. ગમે તે રીતે પણ દેહભાવ ઓછો થાય અને આત્માનો વિચાર થાય, તેનું હિત કરવા જ્ઞાનીઓએ કહ્યું હોય તે આપણે સાંભળીએ, વિચારીએ, ઠીક લાગે અને બની શકે તેટલું વર્તનમાં મૂકીએ તે આપણે છીએ ત્યાંથી ઊંચી દશામાં આવીએ – એવી વાતે, વાચન, ભજન દ્વારા તેમની સમજ ફરવાનો સંભવ છે. નરસિંહ મહેતાનાં, પરમકૃપાળુદેવનાં, આનંદઘનજી આદિનાં સામાન્ય પદો ગાઈ બતાવવાથી પણ ભાવે પલટાવી શકાય તેમ છેજી.
પ્રથમ દેહદષ્ટિ હતી, તેથી ભાયે દેહ - હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ.” – શ્રીમદ્ રાજચંદ્ર
આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૧૧
અગાસ, તા. ૨૭-૫-૪૩ આપે પુછાવેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે આપણું અનુભવની જ વાત જ્ઞાનીએ ચમત્કાર લાગે તેવા શબ્દોમાં જણાવી છે. “પરાર્થ કરતી વખતે લક્ષ્મી અંધાપ, બહેરાપણું