________________
૪૦૨
બોધામૃત
જબથી મહ્યો દેખતાં, શ્રીમદ્ સદ્દગુરુરાય; સમય સમય ઘટ બંધને, વિમલ વિમલ છવ થાય.” પરમ અધ્યાતમ લખે, સદ્ગુરુ કેરે સંગ, તિનકે ભવ સફળે હવે, પાકે પ્રગટે રંગ. ધર્મધ્યાન હેતુ તન, શિવસાધન કો ખેત
એ અવસર કબ મિલે, ચેત સકે તે ચેત.” “વાણીનું સંયમન એયરૂપ છે, તથાપિ વ્યવહારને સંબંધ એવા પ્રકારને વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાખે પ્રસંગમાં આવતા જીવોને લેશને હેતુ થાય; માટે બહુ કરી સપ્રયજન સિવાયમાં સંયમન રાખવું થાય, તે તેનું પરિણામ કોઈ પ્રકારે પ્રેયરૂપ થવું સંભવે છે . જીવનું મૂઢપણું ફરી ફરી, ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે વિચારવામાં જે સચેતપણું ન રાખવામાં આવ્યું તે આ જગ બને તે પણ વૃથા છે.” – શ્રીમદ્ રાજચંદ્ર (૪૭૯)
“દહ જેને ધર્મોપગ માટે છે તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે.” (૩૭)
વિ. આપને પત્ર મળે. વાંચી તમારા ભાવ સંતવૃત્તિરૂપ થવાના જાણી તેષા થયે છેજી. પત્રને અંતે જણાવેલી બીને સંબધે થોડું પ્રથમ જણાવી લઉં. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ આખરે મુમુક્ષુ જીવને તરવાના સાધનરૂપ પરમકૃપાળુદેવની આજ્ઞા જણાવવા
સ્મરણ આદિ સત્સાધન બતાવવા – ફરમાવેલું તે આપને જણાવી દીધું છે. તેનું બને તેટલું મહાભ્ય હૃદયમાં રાખી આરાધના કરવાનું છે. ભાઈ, હું તે માત્ર ચિઠ્ઠીને ચાકર છું. ભીડના વખતે તમને કઈ પરોપકારી પુરુષે મારી મારફતે હૂંડી મોકલાવી, તેથી તમને અને વખતે મળેલી મદદથી આનંદ થાય, મારા પ્રત્યે સદ્ભાવ થાય, પણ તેને માલિક હું થવા જાઉં તે દોષિત થાઉં. જેનું ધન છે તેને ધન્ય છે, તેને ઉપકાર વારંવાર હદયમાં રાખી, તેની વાત ગમે ત્યાંથી સમજી આત્મહિત આ ભવમાં કરી લેવું એ જ મારી સવિનય સલાહ છે. પરમકૃપાળુદેવને માનનાર મહાભાગ્યશાળી જીમને હું એક છું, તેની ના નથી, પણ હવે “પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં” તે અર્થે, પરમકૃપાળુદેવ એ જ આપણા બધાના આધાર છે એટલે લક્ષ વિશેષપણે રાખવા વિનંતી છેજ. કંઈ કામ પ્રસંગે જેમ તમે તમારા મોટા ભાઈને પુછા, ખુલાસે મગાવે તેમ તમને મુઝવણના પ્રસંગે મને ઉકેલ આવે તે પ્રમાણે તમને જણાવવા હરકત નથી. પ. પૂ. પ્રભુશ્રીજીના એક પત્રમાંથી ઉપયોગી ઉતારે ટૂંકામાં આ પ્રસંગે વિચારવા લખું છું?
શમભાવ, સમતા, ક્ષમા, સવિચારમાં રહો. કઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર કેઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવે તે બીજું સર્વ ભૂલી જઈ તેનું જ
સ્મરણ કર્તવ્ય છે. તેથી ચિત્ત સમાધિ પામી, વિભાવવૃત્તિને ક્ષય થાય છે. તે કર્તવ્ય છેજી. સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજ.(ઉપદેશામૃત પૃષ્ઠ ૪૪)