________________
પત્રસુધા
૩૯૫
શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે.” (૭૬) આટલે ભાર દેવાનું કારણ, તે જ પ્રથમ પ્રાપ્ત કરી પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. તેમાં વિન્ન કરનાર “માનાદિ શત્રુ મહા” છે. તે કેમ ટળે? “જાતાં સદ્દગુરુ શરણમાં અલપ પ્રયાસે જાય.” તે શરણ જીવ કયારે શોધે ? પિતે “અધમાધમ અધિક પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય ?” આવી લઘુતા ધારણ કરે તે જ અચિંત્ય માહાભ્ય પુરુષનું લાગે. પુરુષને પુરુષરૂપે એટલે પરમેશ્વરતુલ્ય ગણે તે જ પિતાનું અહંપણું ટળે, “અહંભાવથી રહિત થાય. પરમેશ્વર તુલ્ય પુરુષને જે માને છે તે, પુરુષનાં અંતઃકરણ કેટલાં નમ્ર હોય છે તે પણ જાણી જાય છે. આખા જગતના દાસ થવાને તે ઈચ્છે છે, તે તેને ભક્ત સર્વ પ્રાણ પ્રત્યે દાસભાવ કેમ ન રાખે ?
સદ્દગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટકર્યું છે.” (૪૭) “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખ. જીવના અનધિકારીપણને લીધે તથા સત્પષના વેગ વિના સમજાતું નથી.” (૫૦૫) અનંતકાળમાં આ પેગ સાથે મળી ન આવ્યું. કઈ વખતે જીવને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા તીવ્ર જિજ્ઞાસા જાગી હશે, યેગ્યતા મેળવી હશે, પણ સત્પરુષના યુગ વિના તે યોગ્યતા કોઈ કારણે લૂંટાઈ ગઈ હશે; કોઈ વેળા સત્પરુષને વેગ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે મળી આવ્યું હશે, ત્યાં જીવની યોગ્યતા વિના કે શિથિલતાને લઈને નિષ્ફળ વહ્યો ગયેલે, પણ બન્ને કારણે મળી આવ્યાં હોત તે મોક્ષ જરૂર થયો હોત. વળી પત્રાંક ૧૯૪ માં છે-“હે આયુષ્યમને ! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તે કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેને ઉપદેશ તે સાંભળ્યાં નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.” એ જ પત્રને મથાળે છે-“ભાવ-અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ (યોગ્યતા-અધિકારીપણું) થયા વિના અને સમ્યફ પ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી....એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે.” પત્રાંક ૧૯૬ પણ વિચારશોજી. તેમાં પણ જ્ઞાનીની આજ્ઞા અને પ્રતિબંધ ટાળવા પુરુષાર્થરૂ૫ ગ્યતા એ બે કારણે ગણાવ્યાં છે. કલ્યાણ કરવામાં વિજ્ઞરૂપ હોય તે પ્રતિબંધ રાગાદિરૂપ છે, તે ભાવરૂપ પ્રતિબંધ જેને અંતરંગમાં ન હોય તેને બાહ્ય પ્રતિબંધ પ્રારબ્ધ” વહેલાંમડાં દૂર થવા સંભવે છે”. “જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.” (૫૭૨) પત્રાંક ૫૬૦, ૫૭૨, ૬૪૭, ૫૭૫, ૮૧૭ અને પર૧ વિચારશોજી. કાળજીપૂર્વક શંકાઓની નેટમાં જુદી નોંધ રાખતા જઈ વચનામૃત વાંચતા રહેવાથી ઘણી શંકાઓ પરમકૃપાળુદેવના પત્રો દ્વારા ટળી જવા સંભવ છેજી. હાલ નહીં સમજાય તે આગળ ઉપર વિશેષ વિચારે સમજાવા યોગ્ય છેજી. માટે મૂંઝાયા વિના સપુરુષનાં વચનને અભ્યાસ નિયમિત કરતા રહેવા ભલામણ છે.