________________
૩૮૯
પત્રસુધા પાણી વાપર્યું હોય તે હવેથી જાગ્રત થઈ જઈ જે પ્રકારે જેવા ભાવે વ્રત લીધું હતું તેવા જ ભાવે, વેદનાને નહીં ગણતાં પાળવા ભલામણ છેજી. પશુ જેવાં પણ લીધેલું વ્રત પાળે છે તે આપણે તે જરૂર પાળવું. ભૂલ્યા ત્યાંથી ફેર ગણા, પડ્યા ત્યાંથી ઊભા થઈ જાએ. પાણી કંઈ આયુષ્ય વધારનાર નથી. એક વખત જ મરણ આવવાનું છે, તેનાથી ડર્યા વિના વ્રત એ જ ખરું જીવન છે' એમ જાણી બળ રાખી પાળશેા તેા કલ્યાણ છેજી.
ધર્મ અર્થે ઈદ્ધાં પ્રાણનેછ છાંડે, પણ નહીં ધર્મ,
,,
પ્રાણ અર્થે સ'કટ પડેજી, જુએ એ દૃષ્ટિના મર્મ .’’
એમ રાજ એલીએ છીએ તે પાળવાના હવે કસેટીના વખત આવ્યે છે ત્યારે પાછી પાની કરવી નહીં. જો મંદવાડની છૂટ રાખી હોય તેા માંદવાડ ચાલે ત્યાં સુધી પાણી વાપરવા હરકત નથી. યાદ ન હેાય તે બળ કરી પ્રતિજ્ઞાને પ્રાણુ ગણવા ભલામણ છેજી. એ જ વિન'તી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
રિગીત
ધામણુ, તા. ૩૦-૧-૪૩ પોષ વદ ૯, શિન, ૧૯૯૯
૩૯૫ તત્ સત્
શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રપદ, વંદું સહજ સમાધિ ચહી, સદ્ગુરુ-ચરણે ચિત્ત વસેા મુજ, એ જ ભાવના હૃદય રહી; દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા, તે ભગવંત નિર"તર ભજતાં, દેષ રહે કહેા કેમ કશા ? (પ્રજ્ઞા. પર) સંગ્રામ આ શૂરવીરને આવ્યા અપૂર્વ દીપાવજો, કરતાં ન પાછી પાનૌં ત્યાં ગુરુરાજ પડખે ભાવો; સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ સમાધિમરણમાં, મિત્રો સમાન સહાય કરશે, મન ધરા પ્રભુ-ચરણમાં. કેવળ અસંગ દશા વા, પ્રતિબધ સર્વે ટાળો, સ્વચ્છંદ છે।ડી શુદ્ધભાવે, સર્વાંમાં પ્રભુ ભાળો; દુશ્મન પ્રમાદ હણી હવે, જામત રહેા ! જાગ્રત રહે ! સદ્ગુરુ-શરણે હૃદય રાખી, અભય આન ંદિત હા ! (વીરડાક)
પરમકૃપાળુદેવનું શરણુ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ખાસ ભાર દઈ ને પૂના ક્ષેત્રથી જણાવ્યું છે તે લક્ષમાં રાખી ‘એક મતિ આપડી ને ઊભે માર્ગે તાપડી' એમ પ્રભુશ્રીજી કહેતા તે લક્ષમાં રાખી સ્મરણમાં ચિત્ત રાખવાને અત્યંત તીવ્ર પુરુષાર્થ કરવાના અવસર આવી પહેાંચ્યા છે. તે વખતે ઢીલા નહીં થતાં જિંૠગીમાં કદી ન આવ્યા હાય તેવા અપૂર્વ ભાવે તે પરમપુરુષની અનન્ય શ્રદ્ધા દૃઢ કરતા રહેશેાજી. એ જ જીવનદારી છે. શ્વાસોચ્છ્વાસ ધમણની પેઠે લેવા એ જીવન નથી પણ શ્રદ્ધામાં, પરમપુરુષના ઉપકારની સ્મૃતિમાં, તેની આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' છે તેમાં વૃત્તિ રાખવી એ સમાધિમરણનું કારણ અને ખરી મુમુક્ષુતા છેજી. પરમકૃપાળુદેવની આજ્ઞા જેને શિરસાવદ્ય છે, માથે રાખી છે તેના વાંકે વાળ થાય તેમ