SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ બોધામૃત રજા લઉં છું કે મારાથી શારીરિક મહેનત પણ હજી થઈ શકે છે, કારણ કે નેકરીને અંગે મેં અમલદારી કરી નથી. અહીં મારું ઘણુંખરું કામ હું જાતે કરું છું. ખાવા કરતાં મને આવડે છે. થેડા મહાવરા પછી સારું કરી શકું એમ પણ મનમાં રહે છે, પણ બીજાને પ્રસન્ન કરવા માટે મેં હજી કર્યું નથી. પાણી ખેંચવાનું અને વહી લાવવાનું પણ ફાવે. કપડાં ધૂતાં તે આવડે છે. આ બહારની સેવા ઉપરાંત આપ પ્રભુશ્રીની શારીરિક સેવામાં સાધારણ રીતે તે ઉપગમાં આવું એવું લાગે છે. મારે એકલાને તે સેવા કરવાને પ્રસંગ કદી આવ્યું નથી, એટલે કંઈ કહી શક્તિ નથી. બાકી ઉમેદ તે છે કે હું થોડા દિવસમાં તૈયાર થઈ જાઉં. બીજું, હવે ચિત્ત પણ વ્યવહાર, પરમાર્થમાં સ્થિર વર્તે છે, એટલે આપની સમક્ષ રહેવાથી આશાતના આદિ દેષ થાય એવો સંભવ નથી. મુનિશ્રી મેહનલાલજી દ્વારા પણ આપ પ્રભુને મારી વર્તણૂક સંબંધી સમાચાર મળશે અને આપનાથી અજાયું હોય એવું એક પણ પરમાણુ મારામાં નથી એમ મારું માનવું છે. એથી વિશેષ લખવું નિરર્થક છે. - પવિત્ર સેવાને કે તે ન બને તે પરમ સત્સંગને, કે જે આજ્ઞા થાય તે ઉઠાવવાને પ્રસંગ મેળવી પ્રયત્ન કરવા તત્પર આ દીનદાસના સવિનય સાષ્ટાંગ નમસકાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. ક* મહા વદ ૮, મંગળ, ૧૯૮૪ સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યઘન, પરમતિ , પ્રગટ પુરુષોત્તમ, કૃતકૃત્ય પ્રભુ, દિવ્યલેચનદાતા, લાયક સમ્યકત્વના સ્વામી, પરમપુરુષાર્થી પરમાત્મા પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર હૃદયેશ્વરને નમોનમઃ હે પરમકપાળ, પરમ આલંબનદાતા, વીતરાગ પ્રભુઆપ તે સર્વજ્ઞ અને આ સેવકના અંતરના ભાવો અપ્રગટ પણ સંપૂર્ણપણે સર્વ પ્રકારે જાણનાર છે તે આ વૃત્તિનિવેદનપત્રની પ્રવૃત્તિનું શું પ્રજન? પણ પ્રભુ, પ્રાણનાથ ! એમ પણ એક રીતે જુઓ કે હૃદયમાં શોક ઘણે છે તે પછી આંખે અશ્રુ દ્વારા શા માટે દર્શાવવાનો ડોળ કરે છે? આપ પ્રભુ તે આત્મસ્વરૂપમાં લીન છે અને સંપૂર્ણ વીતરાગી છો પણ આ અધમ દીન સેવકને આપની ભક્તિ સિવાય, આપના ઉત્તમ ગુણ દૃષ્ટિગોચર કેવી રીતે થાય? અને આપના તરફ પ્રેમ, અનન્ય વૃત્તિ, અપૂર્વ ભાવ સિવાય ભક્તિ શી રીતે સધાય? આપની સમક્ષ આ દીન દાસ હૈયું ખેલી, વૃત્તિની વર્તને જણાવી આપના શાશ્વત સ્વરૂપમાં લીન રહેવાના ભાવથી આજથી સાપ્તાહિક પત્ર આપ પ્રભુના ચરણમાં નિષ્કામભાવે નિવેદિત કરવા અભિલાષા રાખે છે તે હે કૃપાળુદેવ, આપના અલૌકિક પ્રભાવથી આ બાળકની મલિન અને અવગણવાયેગ્ય કચરા જેવી વાતેથી કંટાળવાને બદલે આપના અનંત વીર્ય અને અનંત જ્ઞાન-દર્શન-સુખની કંઈ માત્રા મેળવી આ રેગી, અશક્ત, અસહાય, મૂઢ બાળકને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રેરણા આપતા રહેશોજી. * પત્ર ક્રમાંક ૪થી રર પૂ. શ્રી બ્રહ્મચારીઓએ પરમકૃપાળુદેવને ઉદ્દેશીને ભાવનારૂપે લખેલા છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy