SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૫૭ આશ્રિત છીએ, તેનાં વચનોને સાચે ભાવે ઉપાસીશું તો જરૂર સંસારસાગર તરી જવાશે એવી દઢ શ્રદ્ધા રાખી પત્રવ્યવહારમાં કંઈ હરકત નથી. તમને જે શંકા હદયમાં રહે છે તે પરમકૃપાળુ દેવની કૃપાએ અહીં સત્સંગ સમાગમ અર્થે આવવાનું બનશે ત્યારે સમાધાન થઈ રહેશેજી. હજી આપણે બધાને ઘણું સમજવાનું છે. આત્મા વિષે શબ્દો પુસ્તકમાં વાંચીએ તે મીઠા લાગે પણ મુમુક્ષુદશા, વૈરાગ્યદશા, વિચારદશા લાવવા ઘણા સત્સંગ, સદધની ઘણી ઘણી જરૂર છે. કોઈ પ્રકારના વિકલ્પમાં પડવા ગ્ય નથી કે પરમકૃપાળુદેવની ભક્તિ છૂટશે કે શું? પણ જે શિખામણ લખી હોય તે વારંવાર વાંચી લક્ષમાં લેતા રહેવા વિનંતી છે.જી. તમને તે નાની ઉંમરથી ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીને સમાગમ, દર્શન અને કૃપા પ્રાપ્ત થયેલ છે. એટલે તે પુરુષે જે બીજ વાવ્યાં છે તે સજીવન બીજ છે, ઊખડી કે સુકાઈ જાય તેવાં નથી. માત્ર પિષણની જરૂર છે, વિશેષ વિશેષ પુરુષાર્થની જરૂર છે. તે પરમકૃપાળુદેવનાં વચનોમાં વિશેષ લક્ષ રહેશે તે પોષણ મળ્યા કરશે. “હું પામર શું કરી શકું?” એ લક્ષ મને હિતકારી છે અને તે જ યોગ્ય છે. માત્ર તે પુરુષનાં વચનમાં મારી વૃત્તિ તમને લખતાં પણ રહે અને સ્વપરને ઉપકારક પ્રવૃત્તિમાં ચિત્ત રહે છે તે શુભ કાર્ય છે એમ જાણી માત્ર પત્ર લખવાનું બને છે. હું જાણું છું અને તમે નથી જાણતા તેથી જણાવવા કે ડાહ્યો થવા કંઈ લખવાનું બનતું નથી. તે મહાપુરુષના વિયેગમાં આપણે બધાં દુખિયા બન્યાં છીએ; તેથી એક દુખિયારું બીજાને પિતાના હૃદયની વરાળ દર્શાવી શાંતિ મેળવે તેમાં જે કંઈ લખવું થયું છે તે મહાપુરુષ પાસેથી સાંભળેલી, વાંચેલી વાતોની સ્મૃતિરૂપ લખાયું હોય તેના માલિક તે મહાપુરુષ છે. કેઈ પુસ્તકનો ઉતારે કરવા લહિયે રાખ્યો હોય તેની મજૂરીથી લખાયેલું કોઈને ઉપકારી જણાય છે તે લહિયાને આભાર માને તે અજુગતું છે, મૂળ લેખકને ઉપકાર માને તે જ ગ્ય છે; તેમ તમને શાંતિનું કારણ અહીંથી લખેલા પત્રો નીવડયા હોય તે તે પરમપુરુષની અસંસારગત વાણીનો પ્રભાવ છે. મને તે માત્ર કપૂરના વૈતરાને જેમ સુગંધી મળે તેમ તે તે વચને લખતાં, વિચારતાં જે જે આનંદ થયો હોય તેને બદલે મળી જ ચૂક્યો છે એટલે તમને તે પુરુષની ભક્તિ, તેનાં વખાણું અને તેના ઉપર અનન્યભાવે અર્પણતા કરવાથી જે લાભ થવા યોગ્ય છે તે મારા તરફ ભાવ ઢળી જતાં એટલે થવું જોઈએ તેટલે લાભ થતાં અટકી જવાનો સંભવ દેખી આટલું બધું લખવું થયું છે. કંઈ તમારા પ્રત્યે ક્રોધ, અણગમે કે તિરસ્કાર આમાં અપ પણ નથી એમ વિચારશે. પરમકૃપાળુદેવને સાચા ભાવે ઉપાસે છે તેને હું તે દીનદાસ છું. પરમકૃપાળુદેવને જે હૃદયમાં રાખે છે તેના ચરણમાં મારું મસ્તક નમે એવી ભાવના મારા હૃદયમાં છે તે આજે સ્પષ્ટ આપને જણાવી છે. સ્પષ્ટ પણ હિતકારક વાત કહેતાં તમને કંઈ અણસમજણથી હદયમાં આઘાત જેવું લાગે તે તેની પણ છેવટે ક્ષમા ઈરછી પત્ર પૂરે કરું છું. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. આ ભવમાં એવા પુરુષનું શરણ મળ્યું છે એ જ આપણું અહોભાગ્ય ગણવા યોગ્ય છે. એ શરણ પ્રાપ્ત ન થયું હોત તે અત્યારે આપણી કેવી અધમદશા હોત, કેવા કર્મ બાંધી અધોગતિને માર્ગ ઉપાર્જન કરી રહ્યા હોત? તે વિચારી વિશેષ વિશેષ ઉપકારથી હદય નમ્ર બનાવી તે પરમપુરુષની ચરણરજ સદાય આપણે મસ્તકે રહો એ ભાવના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy