________________
પત્રસુધા
૩૫૫
સંભાર સભાર નથી કરતું, પણ સાચવીને ચાલવાની કાળજી રાખે છે; તેમ વમાન વન પ્રત્યે લક્ષ રાખી રાગદ્વેષ ઓછાં કરવાની કાળજી રાખતા રહેવાયેાગ્ય છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫૬
અગાસ, તા. ૧૨-૭-૪૨
સજ્ઞની સિદ્ધિ વિષે માટાં પુસ્તકો લખાયેલાં છે. ટૂંકામાં જે માણુસ એમ કહે કે કોઈ ક્ષેત્રમાં કોઈ કાળે સČજ્ઞ ન હોય, તે પોતે સર્વજ્ઞ હાવે ઘટે છે; કારણ કે સર્વ કાળ અને સ ક્ષેત્રને જાણ્યા વિના તેને નિષેધ કરવાનું કેવી રીતે ખની શકે ? જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે એ સર્વાંના અનુભવના વિષય છે, તે જે વધી શકે તે પૂર્ણ પણ થઈ શકે. પૂર્ણ માન તે જ સ`જ્ઞતા છે. અમુક જૂજ સ`પ્રદાયા વિના ઘણાખરા બધા સ`પ્રદાયવાળા પેાતાના ઇષ્ટને સČજ્ઞ માને છે, તે ધ્યેય નિષ્કારણ નથી. તે પદ પ્રાપ્ત થાય છે અને તેના ઉપાયરૂપ માર્ગ પણ છે. મોક્ષમાળા પાઠ ૭૭ થી ૮૦ અને ૮૨ થી ૯૮ સુધી વાંચી વિચારવા ભલામણુ છેજી. અજાણ્યા ડાહ્યા ગણાતા સાથે ચર્ચામાં ઊતરવામાં માલ નથી. પેાતાને માટે હાલ તે પુરુષાર્થ કરતા રહે.
પૂ....ભાઈએ પૂછેલા પ્રશ્નના ઉત્તર ઃ — જીવે પૂર્વે અજ્ઞાનભાવે ખાંધેલાં કર્માંના મુખ્ય આઠ ભેદ છે; તેમાં મેાહનીયકર્મ મુખ્ય છે, તેના બે ભેદ છે: દનમેહ અને ચારિત્રમેાહ, પહેલા ભેદના ત્રણ ભેદ છે : — મિથ્યાત્વમેહનીય, મિશ્રાહનીય (સમ્યક્-મિથ્યાત્વ), સમકિતમાહનીય (સમ્યક્ત્વ પ્રકૃતિ). મિથ્યાત્વમેાહનીય કર્માંના ઉદયે જીવને વિપર્યાસ (ઊંધી મતિ) ઉત્પન્ન થાય છે. હિંસા (યજ્ઞાદિ)માં ધર્માંબુદ્ધિ, અચેતન એવા શરીરમાં જીવને પેાતાપણું મનાય છે (જડને ચેતન મનાવે છે); અપવિત્ર લેાહી, માંસ, પરુ, વિષ્ટા, મૂત્રાદિના ભાજનરૂપ સ્ત્રીશરીરને પવિત્ર સુખકર મનાવે છે; ધન, વૈભવ, કુળ આદિ પોતાનાં (ચૈતન્યરૂપ જીવનાં) નથી છતાં પેાતાનાં મનાવે છે આવી ગાઢ વિપરીતતા ઉત્પન્ન કરાવનાર કર્મ મિથ્યાત્વમાહનીય છે. મિશ્રમેહનીયમાં મંદ વિપરીતતા છે તેથી ખાટાને ખાટારૂપે મનાય તેની સાથે સાચાને પણ ખેાટારૂપે મનાય તેવી મિશ્રતા રહે છે, અથવા સદેવ-ગુરુ-ધમ ને સાચા માને અને કુદેવ-ગુરુ-ધર્માંને પણ સાચા માને, એટલે જૂના સ`સ્કાર તદ્ન ન જાય અને નવા સંસ્કારા ગ્રહણ થાય તે વખતની એ મિશ્રશા છે. અને સમ્યક્ત્વમેહનીયમાં નહીં જેવી જ વિપરીતતા છે, એટલે ૨૪ તીર્થંકર સર્વ શુદ્ધરૂપે સરખા પ્રભાવવાળા હેાવા છતાં, કોઈ એક વધારે હિતકારી છે. એમ માની તે પ્રત્યે વિશેષ ભક્તિભાવ કે વિધ્રુવિનાશક વગેરે વિશેષ પ્રભાવ માની તેમાં બુદ્ધિનું અટકી રહેવું વગેરે મલિનતા ઉત્પન્ન કરે છે, પણ તે સમ્યક્દનને નાશ કરવા અથવા સદેવગુરુધનું સ્વરૂપ સમજવામાં વિશ્નકર્તા નથી. જેમ મેણિયા કેઇરાને રોટલેા કાઈ ખાય તેા બેભાન થઈ જાય, તેને ધેાઈ ને ફાટલેા કરી ખાય તા કઈક ભાન કઈક લડથડિયાં આવે પણ કામ કંઈ કરી શકે નહીં, અને તેને વિશેષ ધેાઈ ને કે કાઢરી કરીને ખાયે તેને કઈક અસર જણાય પણ કામ બધું કરી શકે; એવું ત્રણે પ્રકૃતિએ સમજવા અનુક્રમે દૃષ્ટાંત છે. મિથ્યાત્વ અને મિશ્ર માહનીય સમ્યગ્દર્શનના ઘાત કરનારી છે; સમકિત મેઢુનીય માત્ર મલિન કરનાર છે.