SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૪૯ ગામ મોકલવા પડે, તથા શિક્ષક વગેરે રાખવા પડે કે પાઠશાળા સ્થાપી પરમકૃપાળુદેવે ઉપદેશેલા સિદ્ધાંતે બાળક કે જનસમાજમાં પ્રચાર પામે તેવાં કામમાં વાપરવા વગેરે અનેક કાર્યોની સૂચના ટ્રસ્ટડીડમાં કરી છે. તે તમે અહીં આવે ત્યારે ઓફિસમાંથી વાંચવા મળી શકશે. એટલે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે જે સન્માર્ગ બતાવેલા છે તેમાં આપણા પૈસા વપરાય છે તે તેમના અભિપ્રાયપણે તેમની આજ્ઞાએ જ વાપર્યા ગણાય. માત્ર દિશા જણાવવા પૂરતો આ પત્ર લખ્યું છે એટલે કોઈ કામમાં ઉતાવળ કર્યા વિના, વિચાર કરીને વખત આવ્યે સત્કાર્ય કરવાની ભાવના હાલ રાખી સુરતમાં તે આર્તધ્યાનમાં કાળ ન જાય તેમ વર્તવું ઘટે. જે માર્ગે પૈસા વાપરવાથી મતાગ્રહ દૃઢ થવામાં મદદ મળે, લકોને ભવિષ્યમાં દુઃખનું, સંસાર-પરિભ્રમણનું પરિણામ આવે તેવા કામ લેકો સારાં માનતા હોય તે પણ અશુભ છેજ. કંઈ વાપરવું હોય તે તે લેભ છેડવા વાપરવું છે એ લક્ષે વાપરવું. પુણ્ય બંધાશે એવી ભાવના રાખવા ગ્ય નથી. લોભ એ પરિભ્રમણનું કારણ છે. તે ટાળવા અને બીજા ને પણ સમજણ, જ્ઞાનીને બોધ પ્રાપ્ત થાય તે તે લેભ તજી પરિભ્રમણ ટાળે એ ભાવનાથી જે ઉપાધિ છે તે ઓછી કરવી છે. પુણ્યરૂપ ઉપાધિ પણ આખરે છેડડ્યા વિના છૂટકો નથી. એક આત્માર્થે જ હવે તે જે કરવું છે તે કરવા યોગ્ય છે. એ લક્ષ ચૂકવા ગ્ય નથી. મેકલેલાં શામાં વિશેષ ચિત્ત રહે તેમ કરવા ભલામણ છે. બીજું બધું આગળ ઉપર થઈ રહેશે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૫ અગાસ, તા. ૨૨-૫-૪૨ તત સત્ પ્ર. જેઠ સુદ ૭, શુક્ર, ૧૯૯૮ મુખ્ય વાત તે પ્રારબ્ધાધીન જવા-આવવાનું બને છે. કહેવાય છે કે “તારું તારી પાસ છે, ત્યાં બીજાનું શું કામ? દાણેદાણું ઉપરે ખાનારાનું નામ અથવા અન્નજળના જ્યાંના સંસ્કાર હોય ત્યાં કર્મ તેને ખેંચી જાય છે અથવા ત્યાં જ જવાની તેની બુદ્ધિ થાય છે. છેડા દિવસ ઉપર અહીંથી કાસોર (સુણાવ પાસે) ગામે ત્યાંના એક ભાઈની વિનંતી ઉપરથી ઘણાં ભાઈબહેને ભક્તિ અર્થે ગયેલાં તેમાં એક ધૂળિયા તરફના દક્ષિણ ગૃહસ્થ સમાગમ અર્થે આશ્રમમાં આવેલા તે તેમનાં પત્ની સહિત કાસર આવેલા. પાછા આવતાં સુણાવ રાત રહ્યા ત્યાં તેમનાં પત્નીને એક કૂતરું કરડી ગયું. જે વિચારીએ તે જે ગુજરાતી ભાષા બોલી કે સમજી શકે નહીં તેને અહીં આવવાનું બને, તે વળી ગામડામાં જવાનું અને જ્યાં નહીં ધારેલું તે ગામમાં રાત રહેવાનું બને અને કૂતરાને તેને જ કરડવાનું બન્યું એ પૂર્વના સંસ્કાર સૂચવે છે. તેવી જ વિચિત્ર ઘટનાઓ અનેક બને છે, મુશ્કેલીઓ આવે છે તે પૂર્વકર્મ સાબિત કરે છે. જે જે કર્મ બાંધ્યાં છે તે જોગવવા ગમે ત્યાં જવું, આવવું, રહેવું થાય, તોપણ પ: ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જે પરમ કૃપા કરીને આપણને પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ કરવાનું જણાવ્યું છે તે ચૂકવા જેવું નથી. વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલેચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવા અસંસ્કારી છે સાથે વસવાનું બને ત્યાં લેકલાજ આદિ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy