________________
૩૪૬.
બોધામૃત નિરાકુલ સુખને અર્થ પૂછ્યો તેના ઉત્તરમાં જણાવવાનું કે પુગલનાં, ઈન્દ્રિય દ્વારા ભેગવાતાં સુખ, સુખરૂપ નથી પણ દુઃખને જ પ્રકાર છે. “સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમગુણ પ્રગટે આદિ ગદષ્ટિની સઝાયમાં કહ્યું છે તેમ આત્માનું સુખ તે સહજ સુખ છે તેને ઉપદેશછાયામાં “સહજસમાધિ” રૂપે વર્ણવ્યું છે. પૃષ્ઠ ૭૨૧-૭૨૨ વાંચી વિચારશો તે સહજ સમજાશે કે પુદ્ગલને સ્વભાવ સુખ આપવાને નથી. તેની તૃષ્ણ આકુળતા જ ઉત્પન્ન કરે છે તેથી તે પુદ્ગલનાં સુખ તે આકુળતાવાળાં સુખ છે. તેનાથી જે ઠગાતા નથી તે સમ્યગ્દષ્ટિ જ છે. “પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત; કર્યું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીત છે મિત્ત.” એમ સર્વ જ્ઞાનીઓને એક જ મત છેજી.
૩ઝ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૪૮
અગાસ, તા. ૧૭-૫-૪૨ તત્ સત્
પ્ર. જેઠ સુદ ૨, ૧૯૯૮ ધર્મ તે નહિ કરે લેક સંતોષવા, પૂછશે આટલું જીવને એક મુક્તિની એક ઈરછા રહે જે ઉરે, મૂક સંકલ્પ વિકલ્પને રે. આજ ગુરુરાજને પ્રણમ અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું. આપ તે શુદ્ધ ભાવે સદાયે રમે, બે ઘડી શુદ્ધ ભાવે કરું છું. રાગ આદિ વિકલ્પ તને મૂકતાં, હોય બાધા જરા તે કહી દે, એમ સમજાવતાં જીવ માની જશે, હિત જાણુ સદા તે મૂકી દે. આજ રાગ આદિ રહિત જ્યાંથ ત્યાંથી થવું, એ સનાતન મહા ધર્મ માને પ્રાપ્ત સંગમાં ભાવ મમતા તણે, સાધવે એ જ ઉપદેશ જાણો. આજ સર્વ ક્રિયા કરી, દાન શલ આચરી, આટલું સાધવું છે, વિચારે સહજ સમભાવ તે નિજરૂપ જાણો, સાચવી રાખવું, જરૃર ધારે. આજ આધિ, વ્યાધિ, ઉપાધિ ઘણી આવશે, આત્મહિતકાર સમતા ન ચૂકે, લક્ષ જે છૂટવાને ઉરે આદરે, તે ઉદાસીનતા કદી ન મૂકે. આજ શાંતિ સૌ ધર્મનું મૂળ જાણી સદા, ક્લેશનાં કારણે ટાળશે જે, સર્વ સંસારનાં દુઃખની આ દવાઃ આત્મઅર્થે સમય ગાળશે તે. આજ
(પ્રજ્ઞાવબોધ-૭૭) રૂબરૂમાં વાતચીત થયાથી કંઈક ચિત્તને શાંતિનું કારણ થયું હશે, અને પરમકૃપાળુદેવનાં વચને સાંભળવાને, વાંચવાને ક્રમ રાખશે તે વિશેષ શાંતિનું કારણ થશે. આટલી ઉંમર થતાં સુધીમાં તમારે તે ઘણા પ્રસંગે એવા વેઠવા પડ્યા છે કે જેને યથાર્થ વિચાર જીવ કરે તે વૈરાગ્યનું કારણ શોધવા શારે વાંચવાની જરૂર ન પડે. સંસારનું સ્વરૂપ વારંવાર વિચારી સંસાર-દુઃખથી મુક્ત થવાને એક જ ઉપાય એક આત્મજ્ઞાન છે એટલું હદયમાં દઢ થઈ જાય, તે હવે ગમે તે પ્રકારે પણ આત્મજ્ઞાનના વિચાર સિવાય બીજામાં ચિત્ત બડ પરવવું નથી, એમ નિશ્ચય કર ઘટે છેછે. બીજી ઉપાધિ આવી પડે તેમાંથી છૂટા થવા