________________
૩૪૩
પત્રસુધા "न लाज तीन लोककी, न वेदको कह्यो करे, न शक भूत-प्रेतकी, न देव-जक्षतें डरे । सुणे न कान औरकी, दृशे न ओर इच्छना,
कहे न मुख ओर बात, भक्ति प्रेम-लच्छना ।।" "प्रेम लग्यो परमेश्वरसों तब भूलि गयो सिगरे। घरुबारा, ज्यों उनमत्त फिरे जित हि तित, नेक रहीन शरीर-संभारा। श्वास-उसास उठे सब रोम, चलै दृग नीर अखंडित धारा,
सुंदर कौन करे नवधा विधि, छाकि पर्यो रस पी मतवारा ।।" વિ. આપને પત્ર પ્રાપ્ત થયે. આપ “યથાશક્તિ ભક્તિ થાય છે' એમ લખો છે તથા “આત્મિક ઊંડી વિચારશ્રેણું જાગતી નથી' એમ સાથે જણાવે છે. પરમકૃપાળુદેવે પત્રાંક ૫૭૨ માં ભક્તિનું ફળ તીવ્રજ્ઞાનદશા કહી છે, તે માટે, તમારે સર્વને વિચારી તે જ પત્રમાં જણાવેલા દે દૂર કરવા પુરુષાર્થ જરૂર કરવો ઘટે છે તે જ જ્ઞાની પુરુષને આશ્રયભક્તિમાર્ગ સફળ થાય. એ ક્રમ આરાધવાથી અવશ્ય કલ્યાણ છે, પણ શક્તિ ગેપડ્યા સિવાય વારંવાર તે લક્ષ ચુકાય નહીં તે ઉપયોગ રહ્યા કરે તેવા પુરુષાર્થની પણ જરૂર છેજી.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઘણી વખત કહેતા હતા કે આ જીવને રખડાવનાર એક લેભ છે. તેને હણવા અર્થે દાન, ત્યાગ, વૈરાગ્ય કર્તવ્ય છેજી. મૂઠી દાળિયા કેઈ ભિખારીને આપતાં પણ પુણ્ય તે બંધાશે એ ભાવ છોડી, મારે એટલે લેભ છૂટ્યો એવી ભાવના કર્તવ્ય છે. મળેલું બધુંય હું ભેગવું એવી સંજ્ઞારૂપ અનાદિની ટેવ ટાળવા અર્થે દાન આદિ શુભ પ્રવૃત્તિ કરું છું પરંતુ તેના ફળની ઈરછા મારે રાખવી નથી. આત્માથે હવે સર્વ પ્રવૃત્તિ કરવી છે એ લક્ષ મુમુક્ષુછવને સહેજે હોય.
આશ્રમમાં રહી પરમપુરુષે બતાવેલ માર્ગે જીવન ગાળવાની ભાવના અંશે મૂર્તિમંત કરવા મકાન કરાવવાને લક્ષ છે તે ભાવના હવે વિશેષ કાર્યકારી બને તેવી બીજી અનકળતાઓ તે જ અર્થે કરતા રહેવા ભલામણ છે.
જે જ્ઞાનીપુરુષના દઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું એક્ષપદ સુલભ છે; તે પછી ક્ષણે ક્ષણે આત્મોપગ સ્થિર કરે ઘટે એ કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દઢ આશ્રયે પ્રાપ્ત થ કેમ સુલભ ન હોય ?....જ્ઞાની પુરુષના વચનને દઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એ અખંડ નિશ્ચય પુરુષએ કર્યો છે, તે પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓને જય કરવો ઘટે છે, તે વૃત્તિઓને જય કેમ ન થઈ શકે ?” (૫૬૦) આ પત્ર પણ એકાંતમાં સ્વહિતાર્થે મનન કરતા રહી તે પરમપુરુષે જે પુરુષાર્થ બળની પ્રેરણા કરી છે તે આપણને આ કઠિનકાળમાં પણ પ્રાપ્ત થાઓ એવી તે પરમકૃપાળુદેવને વિનમ્ર વિનંતી કરી પત્ર પૂર્ણ કરું છુંછ.
૩૪૬
અગાસ, તા. ૧૦-૫-૪૨ તત્ ૐ સત્
વૈશાખ વદ ૧૦, રવિ, ૧૯૯૮ આપના પિતાશ્રીને જણાવશે કે શરીરના ધર્મો શરીરમાં જણાય છે. નાશવંત દેહ કેઈન અમર રહ્યો નથી. મેટા સમર્થ મહાત્મા પુરુષો પણ દેહ તજીને ચાલ્યા ગયા તે આપણે