SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અગાસ પત્રસુધા ૩૩૯ ૩૪૨ . “કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા ગ્ય નથી” એમ પરમકૃપાળુદેવે પત્ર ૪૬૦ માં જણાવ્યું છે, છતાં ક્લેશ થાય છે અને તેનું માથું પરિણામ દુર્ગતિરૂપ આવે છે તેનું કારણ જણાવતાં પિતે લખે છેઃ “અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.” (૪૬) એમ તેને ઉપાય પણ દર્શાવ્યો છે. તે પ્રથમ શાને સવિચાર કરવો? તે વિષે લખે છે: “તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” આમ આપણને જે “આત્મબ્રાંતિ સમ રેગ” વર્તે છે તેને ઉપાય બતાવ્યો છે. તે જાણી બીજા બધા રેગ કરતાં આ રોગ અનાદિકાળથી જામી ગયેલે જૂનો છે, માટે તેને કાઢવા માટે જ્ઞાની પુરુષે “ઔષધ વિચાર ધ્યાન” તથા “ગુરુ આજ્ઞા સમ પથ્ય” દર્શાવ્યા છે તે સેવવા પડશે. આ ભયંકર, અસહ્ય સંસારનાં દુઃખથી બચવું હોય તે અનન્ય ભાવે એકનિષ્ઠાએ સર્વસ્વપણે પરમ પ્રેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રને શરણે ચિત્ત રાખી તેને ક્ષણવાર પણ વીસરવા નથી, એવું વ્રત લેવા યોગ્ય છે. એને મૂકીને બીજામાં ચિત્ત જાય છે, ત્યાં બળતરા, બંધન અને ભવભ્રમણ ઊભું થાય છે. માટે આત્મહિતને ઈચ્છનાર સરળભાવી ભદ્ર-પરિણામી જીવે મનમાં એવી ગાંઠ વાળી દેવા યોગ્ય છે કે આટલે ભવ તે આ પરમ પુરુષની ઉપાસના કરવા દે. ભલે લોકો નિદે, ભલે ભીખ માગવી પડે, ભલે વ્યાધિ પીડા આવી પડે, ભલે મરણતુલ્ય સંકટ આવી પડે, પણ જે આત્માનું હિત જરૂર થાય એવું મનમાં લાગ્યું છે તે તે માર્ગ અર્થે આટલે ભવ તે ગાળી નાખું. બહારની અનુકૂળતાએ, સત્સંગ, પુસ્તક આદિ સાધને મળે કે ન મળે, પણ મન તે મારું એ પરમપુરુષની આજ્ઞામાં, સ્મરણમાં, ભક્તિભજનમાં સર્વ શક્તિએ રાખીશ. આ દઢ નિશ્ચય કરી છેડા માસ વર્તાય તે ચિત્તની ચંચળતા તજી સ્થિરતા ભજવા લાગે એમ સંભવ છે. માટે આ પત્ર મળે ત્યારથી બને તેટલી દઢતા નિત્યનિયમ વગેરેમાં રાખવી અને અસ્થિરતા ચિત્તની જણાય ત્યારે વચનામૃતનું વાંચન, વિચાર કે સરખેસરખાને સમાગમ કરતા રહેવું, અને એકાંતને વખત મળે તેટલે સ્મરણ એટલે માળા ગણવામાં કાઢ. કેટલી રોજ માળા ફરે છે તેને હિસાબ પણ રાખે. આંગળી ઉપર વેઢા છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો થેડે વધારો કરતા રહેવું અને દરરોજ ચાળીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચે ત્યારે કેમ મન રહે છે, માળાને ક્રમ વધારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છે. બને તે રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાને ક્રમ વધતું જાય તેમ છેડે થોડે રેજ વધારતા રહેવાની જરૂર છે. એકદમ આખી રાત જાગવાથી બીજે દિવસ ઊંઘવામાં કે ઠેકાણા વગરના કામમાં જશે, માટે ઉતાવળ નહીં કરતાં મહિને મહિને એકાદ કલાક ઊંઘ ઘટાડતા જવું અને પાછલી રાતના ઊંઘ થેડી લઈ લેવી. આમ કરતાં શું પરિણામ આવે છે તે પુરુષાર્થ કર્યો સમજાશે. જે શરીર હાલ અશક્ત હોય તે ઠીક થયે તે ક્રમ કરી જેવાને વિચાર રાખે પણ માંદગી તે વળી સ્મરણને મેટો આધાર છે. સ્મરણ કરતાં કરતાં દેહ છૂટી જાય તે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy