SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૮૯ તે ગરીબ ગણતે હલકે નેકર કે પશુ હોય તે પણ તે દેવ તુલ્ય છે એમ મહાપુરુષે કહે છે. આ વાત બહુ વિચારવા લાગ્યા છે. જગતમાં સારા ગણાવા માટે કલાજને માન આપીને પિતાનું કલ્યાણ થાય તેવાં નિમિત્ત હોય તેથી પણ ડરતા રહેવું, છુપાતા-નાસતા ફરવું એ મહા હાનિકારક જ્ઞાનીઓએ કહ્યું છે, અનંતાનુબંધીનું કારણ ગણું છેઝ. શ્રી મીરાંબાઈ જેવાં બાઈ માણસ પણ નિર્ભય ભક્તિ કરી શકયાં છે તે સત્સંગને પ્રતાપ છે. મેરે તે ગિરિધર ગોપાલ દૂસરે ન કોઈ - સાધુસંગ બૈઠ બૈઠ લોકલાજ ઈ- મેરે તે.” જેનાં મહાભાગ્ય હશે તેને આવા આત્મકલ્યાણ કરવાના નિમિત્તરૂપ સત્સંગની ભાવના જાગશે; અને તેવી જિજ્ઞાસા પિષ્યા કરશે તે જરૂર જીવ ઊંચે આવશે; અધમ વાસનાઓને કાળાં મેં કરીને કાઢી મૂકશે, હૃદયને પવિત્ર બનાવશે. સાચું જાણ્યું નથી, સાચું સાંભળ્યું નથી અને સાચાની શ્રદ્ધા થઈ નથી ત્યાં સુધી જ તુચ્છ વિષયે, તુચ્છ મિત્રો અને તુચ્છ વાતાવરણમાં જીવને મીઠાશ, સંતોષ અને આસક્તિ રહ્યા કરે છે. નહીં તે કાચ અને હીરાની સરખામણીમાં હીરા પર જ દષ્ટિ સૌની પડે. કારણ કે તેનામાં તેટલી ઉત્તમતા હોવાથી આકર્ષણ કરી શકે છે, પણ તેની કિંમત વગરના બાળકને તે એક પતાસા જેટલી પણ તેની કિંમત લાગતી નથી. તેમ પુરુષનાં અચિંત્ય માહાભ્યવાળાં વચનને પરિચય જેને રહે તેને ધન, સ્ત્રી, પુત્ર કે અલંકારો કરતાં વિશેષ શાંતિ, સુખ અને આનંદનું કારણ તે સમજાય છે. પણ અજાણ્યા માણસને તે છાપાંના સમાચાર જેટલી પણ તેની કિંમત સમજાતી નથી. છાપાં વાંચવામાં કલાક બે કલાક ગાળે પણ પુરુષનાં વચનોમાં ઉલ્લાસ આવતું નથી એ કઈ મેહનીયકર્મને પ્રભાવ છેજ. પણ વારંવાર તે પરિચય રાખતાં રુચિ પણ તેવી થવા ગ્ય છેજ. માટે શરૂઆતમાં મુશ્કેલ જણાય તે પણ સત્પષનાં વચનમાં ચિત્ત વારંવાર રેકતાં, સપુરુષના ઉપકારની સ્મૃતિ આણ તેના ગુણગ્રામ સાંભળતાં નવીન અપૂર્વ પ્રેમ જીવમાં જાગવા સંભવ છેજી. માટે મહાપુરુષનાં વચનની અપૂર્વતા સમજવા પ્રયત્ન કરતા રહેવા વિજ્ઞાપના છેજ. વિશેષ શું લખવું? આપ સર્વ સુજ્ઞ છે. સત્સંગ સર્વ શ્રેયનું મૂળ છે. જે શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૭–પ-૪૧ જેઠ સુદ ૧, મંગલ, ૧૯૯૭ નહીં ક્ષમા, નહીં સંયમ, નહીં વિનય, તપ, શીલ, ઉપવાસ, નહિ સેવ્યાં, નહિ ભાવ્યાં, મિથ્યા દુષ્કત મુજ થવા આશ. વિ. આપને ખુલ્લા દિલથી શુદ્ધ થવા વિષેને ક્ષમાપનારૂપ પત્ર મળ્યો છે જ. આપની દષ્ટિ પિતાના દોષ જોઈ તે સર્વને વગેરવીને કાઢી નાખવાની જે જાગી છે તે હિતકારી તથા મને પણ અનુકરણ કરવા યોગ્ય જણાઈ છે. પશ્ચાત્તાપરૂપ પવિત્ર નદીમાં સ્નાન કરીને ઘણા ભવ્ય છે સદ્ગુરુના શરણથી આ ભવસાગર તરી ગયા છેજી. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા કે “ભૂ ત્યાંથી ફરી ગણ, જાગ્યા ત્યાંથી, સમયે ત્યાંથી સવાર” ગણીને હવે જેટલું ડું જીવવાનું બાકી રહ્યું છે તે એવું જીવવું કે જેથી સર્વને સંતોષ 19
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy