________________
પત્રસુધા
૨૬૧ છે, માટે હવે તું કહે તેમ કરીએ?” (૨૧૩) આ અને આવાં અનેક વાક્યો, સદ્દગુરુ દ્વારા દેવ ઓળખાય છે એ
“સદગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.”
ગુરુપદ સમાત હૈ, અરિહંતાદિ પદ સર્વ;
તાતેં સદ્ગુરુ-ચરણકે, ઉપાસે તજી ગઈ.” એ સર્વ સાક્ષી પૂરે છે કે આત્મજ્ઞાનરૂપ પરમ ધર્મ સપુરુષ કે સદ્દગુરુની ભક્તિથી પ્રાપ્ત થાય છે. છપદના પત્રમાં અંતે જણાવે છે: “જે સત્પષેએ સદ્ગુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !” (૪૯૩)
પરાભક્તિ વિષે લખતાં પોતે લખે છે: “પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું () તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માને સાક્ષાત્કાર થયો છે, એ દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હદયમાં વિરાજમાન પરમાત્માને ઐકયભાવ હોય છે, અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કેઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તે પરમાત્મા જ છે અને તેને ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા ગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ – જ્ઞાનીરૂપ પરમાત્માની –ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એ શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયે છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.....પંચપરમેષ્ઠીમંત્રમાં પણ “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન (કારણ) છે”(૨૨૩)
આમ પરમકૃપાળુદેવના જ શબ્દોમાં મુખ્યપણે તે વાક્યને પરમાર્થ સમજાય તેવું વિવિધ સ્થળે કહેલું આપને વિચારવા લખ્યું છે તે ઉપરથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેમ છે એમ જાણી લખ્યું છે. તેને પોતાની મતિ પ્રમાણે અર્થ કરી અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઢોળ વિઘકારી છે એ પણ ચેતવણરૂપ જણાવવાની જરૂર લાગવાથી જણાવ્યું છે. તે પરસ્પર વિચાર કરી બીજા દષ્ટિરાગ તજી એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જગાડ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર કહેતા : “અમે અમારે ચિત્રપટ પણ આપ બંધ કર્યો અને બધાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તે કૃપાળુદેવને ચિત્રપટ