SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૨૫૧ ઘેાડે જગતભાવા ભૂલી સત્પુરુષ પ્રત્યે, તેનાં અમૃતતુલ્ય વચને પ્રત્યે, તેના આશય પ્રત્યે પ્રીતિભક્તિ વધતી. જાય અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી આ ભવ સફળ કરી લેવાનું કાર્ય વારવાર સાંભર્યાં કરે તેા જીવની પ્રગતિ જરૂર થયા વિના ન રહે. જેમ ધન-સંચય કરવા જે ધારે છે, તે પાઈ પાઈના હિસાખ રાખે છે, અને થાડે થાડે તેમાં વૃદ્ધિ થયા કરે તેવા ઉદ્યમ જારી (ચાલુ) રાખે છે; તેમ ધર્મરૂપી ધન કમાવા માટે જ આ મનુષ્યભવ છે એમ જેનું હૃદય દૃઢ થયું છે તે પણ પળેપળનેા હિસાબ રાખે છે અને બચતી બધી પળેા ધમ ધ્યાન અર્થે ગાળે છે. તેને માટે જેમ જેમ વિશેષ અવકાશ અને સામર્થ્ય મળે તેવા ઉદ્યમ, ખાજ, વિચાર કર્યાં કરે છે. આ વાત પરમકૃપાળુદેવની ચર્ચામાં કેટલી પ્રગટ દીવા જેવી દેખાઈ આવે તેમ છે? આપણે બધાએ તેમને જ પગલે પગલે ચાલી તેમની દશા પ્રાપ્ત કર્યે છૂટકો છેજી. ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયા, છતાં સિદ્ધિ થઈ નહીં.” (૨-૪) એ પુષ્પમાળાનું વાકચ વારંવાર વિચારી આત્મજાગૃતિ અર્થે પુરુષાર્થમાં પ્રેરાવા યેાગ્ય છેજી. જખ જાગે ગે આતમા, તબ લાગેંગે ર’ગ.” “જાગ્રત થા, જાગ્રત થા.” “પ્રમાદ તજી સ્વરૂપને ભજ, આત્મા છેજી” આમ પ. પૂ. પ્રભુશ્રીજી ‘તત્ત્વજ્ઞાન’માં લખી દેતા, તે વિચારી ભાનમાં આવવું ઘટે છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૬-૧-૪૧ પોષ વદ ૧૪, રવિ, ૧૯૯૭ સમતાપૂર્ણાંક જ્યાં હાઈ એ ભાવનાએ (દાહા ૩૧ થી ૨૪૫ તત્ સત્ તમારા પત્ર વાંચ્યા. ભક્તિ, સ્વાધ્યાય અને સદ્વિચાર સહ ત્યાં કાળ ગાળવેા ચેાગ્ય છે. હાલ પ્રજ્ઞાવમેધ પુષ્પ ૧૮માંથી ખાર ૪૩) મુખપાઠ કરી વાર વાર વિચારવા જોગ છે તથા તીર્થંકરપદ પ્રાપ્ત કરાવે તેવી સેાળ ભાવનાએ “સમાધિસેાપાન”માં છે તે અવકારશે થાડે થાડે વાંચતા રહેવા ભલામણ છેજી. વેદનામાં ચિત્ત રહે અને “હું દુઃખી છું, હું દુઃખી છું, મને દુઃખ થાય છે, ખળ્યું કત્યારે મટશે ?’’ આવા વિચારે આત્તધ્યાન થાય છે. તેવે વખતે આયુષ્ય બધાય તે તિર્યંચગતિ એટલે ઢાર, પશુ, કાગડા, કૂતરાના ભવમાં ઉત્પન્ન થઈ દુઃખ ભોગવવાં પડે; માટે જ્ઞાનીપુરુષાએ ઉપર જણાવેલી ખાર ભાવના કે સેાળ ભાવનાઓમાં ચિત્ત રાખવાથી ધર્મધ્યાન થાય છે એમ કહ્યું છે તે આત્મહિતને પેાષનાર છેજી. આપણને દુઃખમાંથી ખચાવી ધર્માંનાં ફળ જે આત્મકલ્યાણુરૂપ છે તે માટે મહાપુરુષાએ જે ઉપદેશ કર્યાં છે તે આવા વખતે અત્યંત ઉપયાગી છે. માટે પ્રમાદ છેડી સ્મરણ, ભક્તિ, સત્શાસ્ત્રનું વાંચન, સદ્વિચાર, ભણવા-ગેાખવામાં ચિત્તને રોકયાથી દેહદુ:ખ બહુ જણાશે નહીં, તેમ જ આત્મશાંતિ ભણી વૃત્તિ વળશે. કર્મ પૂર્વે મધ્યાં છે તે અત્યારે દેખાય છે; તે ન ગમતાં હેાય તે તેવાં ફરી ન બંધાય તેવી કાળજી રાખી ીરજ, સહનશીલતા અને સમભાવ રાખી ખમી લેવાં તે છૂટવાના રસ્તા-મેાક્ષમાર્ગ છેજી. હાયવાય આકુલવ્યાકુલ ચિત્ત કરીએ તાપણુ ઉદયમાં આવેલાં કર્યાં ફળ આપ્યા વિના જવાનાં નથી, તે શૂરવીર થઈ સામે માઢ શત્રુ સાથે લડી તેને નાશ કરે તેમ ગભરાયા વિના સહન કરવાનું ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મળ રાખવામાં લાભ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy