SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસંધા ૨૪૦ ત્યારે મારે બધું છે પણ એક દીકરે નથી એમ રહ્યાથી બીજા સુખ સુખરૂપ લાગતાં નથી, તેમ મુમુક્ષુને સમ્યગ્દર્શન માટે રહ્યા કરે તે તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે. તેવા કેઈને દીકરો થાય તે અતિ હર્ષ થાય છે અને બીજાં દુઃખે આવી પડે, દીકરે પરદેશ ગયે હોય તેપણ મારે દીકરે છે એવી માન્યતાથી પોતાને સુખી ગણે છે તેમ સદ્ગુરુને વેગ જેને થયે છે, તેણે સત્સાધન આપેલું જે આરાધે છે તેને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં પણ એમ રહ્યા કરે કે મને તરવાનું સાધન તે મળ્યું છે, ભલે અત્યારે મારાથી ઝાઝું બનતું નથી પણ અવસર આવ્યે રાતદિવસ તેની આજ્ઞામાં જ રહેવાય તેમ કરવું છે. એ સત્સાધન પ્રત્યે જેને અપૂર્વ ભાવ આવે છે તેને બીજાં દુખે કંઈ ગણતરીમાં હતાં નથી. જે આવી આવીને નાશ જરૂર પામવાનાં છે તેની ફિકર કેણ કરે? સર્વ અવસ્થામાં રહેનાર આત્મા પ્રત્યે વળવાને ઉપાય સદ્દગુરુની કૃપાથી મળેલું સ્મરણ છે તેમાં ચિત્તવૃત્તિ વિશેષ રાખવાથી શાંતિનું કારણ થશે, એ જ. છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૪૩ અગાસ, તા. ૨૨-૧-૪૧ તત્ છે. સત્ પષ વદ ૧૦, બુધ, ૧૯૯૭ “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્ર આપે બે વાકયો ભાવાર્થ સમજવા અર્થે લખ્યાં હતાં. દર વખતે પુસ્તકના પાનસહિત વાક્યો લખતા. આ વખતે વીસરી ગયા છે. ફરી પત્ર લખવાને પ્રસંગ બને ત્યારે બીજા વાયનું પાન લખવા વિનંતી છે. પ્રથમ વાક્ય વિષે જ યથામતિ સદ્દગુરુ શરણે જે સમજાય છે તે જણાવવા પ્રયત્ન કરું છું. બૃહદ્ આચનામાં આવે છે – સમજ સાર સંસારમાં, સમજુ ટાળે દેષ; સમજ સમજ કર છવ હિ, ગયા અનંતા મોક્ષ.” શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તે સહજ મોક્ષ છે, નહીં તે અનંત ઉપાય પણ નથી....જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે.” (૫૩૭) “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય.”– શ્રી આત્મસિટિજી “અમક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે “જીવને મેક્ષ થતું નથી, પરંતુ મેક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપ છે, તેને બંધ થયેલ નથી તે પછી મેક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણે છું” તે માનવાપણું વિચારવાડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મેક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy