________________
૨૧૯
પત્રસુધા યોગ્ય છે. જ્યાં પિતાના ભાવ સપુરુષ પ્રત્યે વિશેષ ઉલ્લાસવાળા બને ત્યાં તે કરવા ગ્ય છે. દેવ કદી અપૂજ્ય થતા નથી અને અપૂજ્ય રહેતા નથી. આપણા દેવ પ્રત્યે ભાવ કેવા છે, આપણે રેજ તપાસતા રહી દેવ પ્રત્યે ભક્તિભાવ વધારતા રહીશું તે કલ્યાણ થશે. કોઈને દે તરફ નહીં જોતાં પિતાના દોષે જોઈ પિતાના દોષે ટાળવા સૌ ભાઈબહેને પ્રયત્ન કરતાં રહેશે અને પિતાને માટે “અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હુંય” એમ જોતા રહેશોજી. મોટા હોય તેમને માન આપી તેમને મળતા રહી, તેમના ગુણે તરફ લક્ષ રાખશો તે ધર્મ પામવાનું કારણ બનશે.
૩૦ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૨૧૭
અગાસ, તા. ૧-૧૦-૪૦, તત્ સત્
ભાદરવા વદ ૦)), મંગળ, ૧૯૯૬ હરિણી છંદ– પ્રશમ-રસથી જેને આત્મા સદા ભરપૂર છે,
સ્વપર હિતને સાધે જેની રસાલ સુવાણું એક અતિ કૃશ તનુ તેયે વર્ષો સુપુણ્યતણ પ્રભા, પરમ ગુરુ એ શ્રીમદ્ રાજ–પ્રભુપદ વંદના. સકળ જગને જેણે જીત્યું અપૂર્વ બળે કરી, ગહન જબરી માયા જેને જતી નહિ છેતરી; પરમ સુખી તે માયા–સુખે જૂનાં તરણાં ગણે,
સતત લડતા સાક્ષી–ભાવે ઉપાધિરણાંગણે. (પ્રજ્ઞાવધ - ૬૪) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે આપને ભક્તિભાવ તથા સત્સંગની ભાવના જાણુ સંતોષ થયે છે. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયેગમાં રાખીને અમારા ભાવની વૃદ્ધિ કરાવી ફળ પકવ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તે પત્ર દ્વારા બંધથી દરરોજ ઉલાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતું; છતાં ઘણું કાગળ જાય ત્યારે કેઈક દિવસે ઉત્તર મળતું. પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સેનાને સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તે પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિધી સાધુઓ હોવાથી કોઈ બીજાના સિરનામે પત્ર મંગાવ પડત. તે પત્ર મળે એટલે તુર્ત તે વંચાય નહીં. પાછો તે અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મતીના દાણુ જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષર ઈ રેમાંચ થઈ આવતે. ધીમે ધીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધે પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી ફરી વાંચી વિચારતા; સપુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હૃદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કેઈ ગહન વાત લખી છે, આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણું કરી છે, તેને ગ્રહણ કરી આમહિત કરવાને અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ એવી ભાવના કરતા. પછી પૂ. અંબાલાલભાઈ જેવા ક્ષપશમવાળા મુમુક્ષુ સઋદ્ધાવંત હોય તેમની પાસે એકાંતમાં