________________
પત્રસુધા
૨૧૧ ૨૦૯
અગાસ, તા. ૧-૯-૪૦ તત્ છે. સત્
શ્રાવણ વદ ૧૪, રવિ, ૧૯૯૬ દેહા –“સદ્દગુરુની કરુણ થકી ઊપજે આતમજ્ઞાન;
સંશય શેક ટળે બધા, થાય પરમ કલ્યાણ.
સ્મરણ કરશે પ્રીતથી, તજી દેહ અભિમાન, નિત્ય નવીન ઉત્સાહથી, ધરજે પ્રભુનું ધ્યાન. રંગ લગાડી ઈષ્ટને, ગણજે અન્ય અસાર, ગુરુપદે મન રાખીને, તરજે આ સંસાર. સત્ય વિનયયુક્ત બોલજે, નવ જેશ પરદોષ,
સ્વદોષ સર્વે ત્યાગ, તેથી થશે સંતેષ.” પૂ. શેઠજીને વેદનીયકર્મ ભારે હોવા છતાં તેમને પુરુષાર્થ તેને હઠાવે તે ભારે છે તેથી તેમને માંદગીને કારણે ભાવવ્યાપારમાં ખેટ જાય તેવું તેમણે રાખ્યું નથી. બહારની ઉપાધિ સગાં-ઓળખીતાં ઘણું હોવા છતાં તે સર્વે તરફ પૂઠ ફેરવી પરમકૃપાળુદેવના માર્ગનું આરાધન એકનિષ્ઠાએ તેમણે કરવા માંડ્યું છે. પુરુષના આશ્રિતને સદ્દગુરુદેવની કૃપાથી, બીજા ને આર્તધ્યાન થાય તેવા પ્રસંગે ધર્મધ્યાન થયા કરે છે, એ ચમત્કાર આ કળિકાળમાં પ્રત્યક્ષ નજરે જોવાય તેમ છે. લગભગ આશ્રમના કામે યથાશક્તિ સેવામાં રહેલાઓની મદદથી તેઓ વર્યા જાય છે અને શ્રદ્ધા જે દઢ થયેલી છે તે તે સદાય સાથે જ રહે. “ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર” એવી દશા સહજ કરી મૂકવા ગ્ય છે. પરમકૃપાળુદેવ તથા પ્રભુશ્રીજીના જણાવ્યા પ્રમાણે તેમને વાચન વગેરેમાં લક્ષ છે.
બીજું, આપે છપદના પત્રને છેલ્લે ભાગ સ્પષ્ટ સમજવા પત્રમાં જણાવ્યું હતું તે વિષે –
લાખ રૂપિયા ખરચીને ભક્તજને દેરાસરની રચના કરે છે, તેના કરતાં કરોડગણી કીમતી છપદના પત્રની રચના છે. પરમકૃપાળુદેવે યોગ્યતા દેખીને પ. પૂ. પ્રભુશ્રીને જ્ઞાનદાનરૂપ એ પત્ર મોકલ્યા છે. જેમ દેરાસર ઉપર સેનેરી કળશ શોભે છે તેમ છપદના પત્રને એ છેલ્લે ભાગ નમસ્કારરૂપે શેભે છે. પુરુષને શા માટે નમસ્કાર કરીએ છીએ તે વાત તેમાં જણાવી છે. પુરુષનાં વચને ભવસાગર તરવા માટે સફરી જહાજ છે, તે જણાવતાં કહે છે?
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી (સપુરુષની કૃપાથી સમ્યક દષ્ટિ થયા પછી કેવી ભાવના આત્મા વિષે રહે છે તે કહે છે), પણ જેના વચનના વિચાગે (સપુરુષનાં વચનને વિચાર યથાર્થ થાય તેનું ફળ કહે છે) શક્તિપણે કેવળજ્ઞાન છે એમ
સ્પષ્ટ જાર્યું છે. (દીવાસળીની પેટી પાસે પડી હોય ને કઈ કહે દીવા વિના અંધારું છે, તેને કેઈ કહે કે તારી પાસે દીવાસળીની પેટી છે તે સળગાવી દી કર, તે સાંભળી તેને જેમ
મૃતિમાં આવી જાય કે હા, હવે ગભરાવાની જરૂર નથી, જરૂર દીવાસળી ઘસી કે અંધારું જતું રહેશે.) (પરમકૃપાળુદેવે પત્રાંક ૧૫રમાં લખ્યું છે કે આજે પદ કર્યું “કેવળજ્ઞાન હવે પામશું પામશું, પામશું રે”) શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે (આત્માની જેને પ્રતીતિ થઈ તેને આત્માના કેવળજ્ઞાનાદિ ગુણેની પણ પ્રતીતિ થાય છે. “સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ” (૫) એમ પરમ