________________
૨૦૪
બેધામૃત “પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્દગુરુચર્સ સુપ્રેમ બસે, તનસે, મનસે, ધનસે, સબસે, ગુરુદેવકી આન (આજ્ઞા) સ્વઆત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપને.......................
પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં.” આટલી ગ્યતા એટલે સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુના વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે પ્રેમ પ્રતીતિ થાય તે તે હૃદયમાં ઊંડું ઊતરે, નહીં તે આ કાને સાંભળી પેલે કાને કાઢી નાખે તેવું થાય છે. સપુરુષ પ્રત્યે પ્રેમ થવામાં તેનાં મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યનું નિદિધ્યાસન થવાની જરૂર છે, એટલે પુરુષના દેહ પ્રત્યે કરેલે પ્રેમ નિરર્થક નથી. પણ જેને તે પ્રેમ થયો છે અને તે વડે જે જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે તે કરવા પ્રત્યે તત્પર થતું નથી, તેને કહ્યું છે કે દેહથી આત્મા જુદે છે. હવે આગળને પગથિયે કેમ ચઢતે નથી? જે અર્થે પુરુષના પૂજ્ય દેહાદિ પ્રત્યે પ્રેમ કરવા કહ્યું છે તે આત્માર્થ સાધવા લાગી કેમ જવા દે છે? છપદના પત્રમાં કહ્યું છે, “જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગેચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ થાય. એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો.” આમાં પ્રથમ “જે ભક્તિને પ્રાપ્ત થવાથી” એમ કહ્યું છે તે દેહાદિ સર્વ સત્પરુષ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવનારાં કારણે લીધાં. તે કારણે સેવ્યાથી તેના ફળરૂપે પુરુષની દશા કે તેના “આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે એમ જણાવ્યું અને તેનું ફળ છેવટે આત્મધ કે આત્મજ્ઞાન જણાવ્યું છે. તે ક્રમે ક્રમે પ્રાપ્ત કરાવવા જ્ઞાની પુરુષ કહે છે પણ કમ મૂકી એકલે આત્મા પકડવા જાય તે તે પ્રાપ્ત થ દુર્લભ છેજ. જેને સપુરુષના દેહ, ચિત્રપટ, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી તેણે તે પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રીપુત્રના દેહ વચનાદિ પ્રત્યે પ્રેમ છે તેથી અનંતગણ સપુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે.
“મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરંત,
તેમ કૃતધર્મ રે મન દઢ ધરે, જ્ઞાનક્ષેપકવંત” પત્રાંક ૩૯૪૩૫ લક્ષપૂર્વક વાંચશોજી. વળી ભાવનાબેધમાં સંવરભાવના સમજાવવા વાસ્વામીનું દષ્ટાંત આપ્યું છે તે વાંચશેછે. તેના પિતાએ વજીસ્વામી પાસે કમિણીને અણીને, તેને સ્વામીની ઉપર મેહ છે એમ કહ્યું. સ્વામીજી કહે છે – “શું એ માંસ, હાડકાં, રુધિર પ્રમુખથી પૂર્ણ એવા મારા દેહને વિષે પ્રીતિવાળી થઈ છે? તેને પતિ તે એ થશે કે જે દેવતાને પણ દુર્લભ છે! જેની પાસે સર્વ સદ્ગુણ કિંકર સમાન છે, રૂપ અને લક્ષ્મી પણ જેની દાસી છે, સર્વ ક્રિયાઓ પણ જેની પાસે તુચ્છ છે અને જેનામાં કંઈ પણ દૂષણ નથી, જેની અત્યંત ભક્તિથી મોક્ષ પણ સુલભ છે – પ્રાપ્ત થાય છે. આ પ્રકારે વર્ણવેલે સંયમ તે જ તારી પુત્રીને લાયક છે. માટે જે તારી ઈચ્છા હોય તે હું હસ્તમેળાપ કરાવું. વળી વાઘણની . પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પણ પાસે જ રહે છે, શત્રુની પેઠે રોગો સર્વદા દેહને પ્રહાર કરે