SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૧૭ ક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય.” (૫૪) પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” પાત્રતા આપતી ચાર ભાવનાઓ ઃ (૧) મૈત્રી (૨) પ્રમોદ (૩) કારુણ્ય (૪) મધ્યસ્થતા. (૧) મૈત્રીઃ સર્વ જીવ સુખી થાઓ, કોઈ પાપ ન કરે, સર્વ જીવ મોક્ષમાર્ગ પામો. (૨) પ્રમાદઃ નિર્દોષ આત્મજ્ઞાની નિષ્કારણ કરૂણાશીલ મહાપુરુષના ગુણોને વિચાર કરી ઉલ્લાસ પામો, તે ગુણે પ્રાપ્ત કરવા પ્રીતિ વધારવી. (૩) કારુણ્ય દીન, દુઃખી, ભયભીત ને પ્રાણ બચાવવા પિકાર કરતાના દુઃખને ઉપાય કરવાની બુદ્ધિ. (૪) મધ્યસ્થતાઃ ક્રૂર જીવો, દેવગુરુની નિંદા કરનાર, પિતાને વખાણનાર પ્રત્યે દ્વેષ ના થવા દે, ઉદાસીનતા રાખી તેની દયા ખાવી, તેને સદબુદ્ધિ સૂઝે એવી ભાવના. સવારમાં ઊઠી આ ચારે ભાવનાઓ દરરેજ વિચારી તેવા ભાવની વૃદ્ધિ કરવાથી જીવ પાત્રતા પામે છે, એમ પરમકૃપાળુદેવે કહેલું છે જી. તીવજ્ઞાનદશા જીવને અબંધક રાખી શકે છે. એટલે આત્મા આત્મભાવમાં નિરંતર રહે તે ન બંધ ન પડે, તે તે મહામુનિઓ પણ અંતર્મુહૂર્તથી ઉપરાંત શુદ્ધ ઉપગમાં રહી શકતા નથી. કારણ કે કર્મને ઉદય વિષમભાવમાં ગબડાવી પાડે છે, વળી પાછા પુરુષાર્થ કરીને સમભાવમાં એટલે શુદ્ધભાવમાં આવી જાય છે, આમ ધ્યાનમાં ન રહેવાય ત્યારે સ્વાધ્યાયમાં અને સ્વાધ્યાયમાંથી ધ્યાનમાં રહેવાના પુરુષાર્થમાં મુનીશ્વરે પ્રવર્તે છે. તે દશાને ખ્યાલ આવે પણ આપણને દુર્લભ છે. છતાં તે ધ્યેય રાખી, જ્ઞાનીએ સસાધન બતાવ્યું છે તેમાં વિશેષ વર્તવાથી યેગ્યતા વધતાં જીવને સર્વ સામગ્રી મળી આવવા ગ્ય છે. મનુષ્યભવ છે ત્યાં સુધી બધું બની શકે તેમ છે. તે સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે બને તેટલી દશા વર્ધમાન કરતા રહેવા ભલામણ છે. આપણે બધા પરમકૃપાળુદેવના વચનના અવલંબને પરમકૃપાળુ પ્રભુશ્રીએ જે શ્રદ્ધા દઢ કરાવી છે તે આધારે વર્તીએ છીએ. તેને લક્ષ સમ્યફદર્શન અથવા આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન સિવાય ચાર ગતિરૂપ સંસાર પરિભ્રમણ ટળે તેમ નથી. તેથી જેમ કેઈ અંધ દેખતાને આશરે હોય ત્યાં ખાડામાં પડતું નથી, તેમ સત્પરુષે જણાવેલ માર્ગે જે ચાલે છે તે કર્મનાશ કરવા માગે છે. બે પ્રકારના જીવો મેક્ષમાર્ગમાં પરમકૃપાળુદેવે કહ્યા છેઃ એક તે સમ્યકજ્ઞાની છે અને બીજા સમ્યકજ્ઞાનીની આજ્ઞામાં પ્રવર્તતા છે. આત્મજ્ઞાન ન થયું હોય તે પણ સત્પષે કહ્યું છે, તે કર્યા વિના કદી મેક્ષ થવાને નથી, અને બનતા પુરુષાર્થે મારે તે મહાપુરુષનું કહેલું જ કર્યા કરવું છે, આમ જેની દઢ માન્યતા થઈ છે તેને બીજા કામમાં પ્રવર્તવું પડતું હોય તે પણ મન ઊંચું રહે છે. તેથી આત્માનું કલ્યાણ થનાર નથી; જ્ઞાનીનું કહેવું કરવું છે પણ આમાં બેટી થવું પડે છે, તેટલે અમૂલ્ય મનુષ્યભવ નિરર્થક વહ્યો જાય છે––એ 13.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy