________________
૧૮૧
૫૦સુધા રાજચંદ્ર પ્રભુએ લખ્યું છેઃ “જે થાય તે ભલું માનવામાં આવે – તે જ આ સંસારમાં રહેવું
ગ્ય છે.” (૩૦૧) વળી લખ્યું છે – “કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી...સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ.” (૪૬૦) “ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિવયપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરૂષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી એ લીધું છે, અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.” (૮૧૯)
સગાંવહાલાં કર્મને સંગે મળી આવે છે, અણુસંબંધ પૂરો થતાં ચાલ્યા જાય છે. સંગે હર્ષ, વિયેગે ખેદ એ બને ક્લેશરૂપ છે. એકે ભાવ આત્માને હિતકારી નથી. તેમ જ ભવિષ્યની ચિંતા, છોકરાં હૈયાંના વિચાર એ સર્વ પ્રારબ્ધાનુસાર બને છે. તેમાં ન જોઈતી ચિંતા કરવી તે આત્મહિત ભૂલી નવાં કર્મ બાંધવાનું કારણ થાય છે. સૌ સૌનાં પ્રારબ્ધ લઈને આવે છે. ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ કોઈનાં કર્મ ફેરવવા સમર્થ નથી. કઈ કઈને સુખ આપી શકે એમ નથી, કોઈ કોઈને દુઃખ આપી શકે એમ નથી. પિતે પિતાનું હિત કે અહિત કરવા જીવ સમર્થ છે. તે મૂકી દઈને જેમાં પિતાનું કાંઈ ચાલે એમ નથી એવા પરજીને સુખીદુઃખી કરવાની ઈરછા કરવી તે નિરર્થક છે; માટે આ મનુષ્યભવ મળે છે તે આત્મહિત વિશેષ કેમ સધાય તેની વિચારણા કરવાથી સવિચારમાં વૃત્તિ પ્રેરાશે. પારકી પંચાતમાં જીવ બહુ ખોટી થયે છે. પિતાની સંભાળ લેતે ક્યારે થશે એ આપણે સર્વેએ વિચારવા લાગ્યા છે. આપને વિચારવા માટે નીચેનું આ લખ્યું છે:
રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં હમેશાં પિતાની જાતનું નિરીક્ષણ કરવું કે, “મેં શું કર્યું છે, મારે હજી શું કરવાનું બાકી છે, મારાથી થાય તેવું હું શું નથી કરતે, કયે દોષ બીજાઓ મારામાં જુએ છે, કયે દોષ મને પિતાને દેખાય છે, અને કયે દોષ હું જાણવા છતાં ત્યાગ નથી?” આ જાતનું બરાબર નિરીક્ષણ કરનારે સાધુ આગામી દોષનું નિવારણ કરી શકે છે. જે બાબતમાં તેને મન-વાણુ-કાયાથી ક્યાંક દુરાચરણ થયેલું લાગે, તે બાબતમાં તે પિતાને તરત ઠેકાણે લાવી દેઃ જાતવાન અશ્વ લગામની સૂચનાને ઝટ સ્વીકારી ઠેકાણે આવી જાય છે તેમ. જે જિતેન્દ્રિય અને ધૃતિમાન સાધુ આ પ્રમાણે આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ કરે છે, તે જગતમાં જાગતો છે અને તે જ સંયમ-જીવન જીવે છે, એમ કહેવાય. સર્વ ઈન્દ્રિયોને વિષયમાંથી નિવૃત્ત કરી, આત્માનું નિરંતર રક્ષણ કર્યા કરવું જોઈએ, કારણ કે તેનું જે રક્ષણ ન કર્યું તે તે જન્મમરણને માર્ગે વળે છે, અને તેનું બરાબર રક્ષણ કર્યું હોય તે તે સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે, એમ હું કહું છું.”
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ