SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ બેધામૃત પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેને તે સહુને નમસ્કાર.” (૮૩૩) આ દશા પ્રત્યે જગતના જીની દષ્ટિ કયાંથી જાય? જે ક્ષણિક વસ્તુઓમાં અંજાઈ ગયા છે તે જીવ ઘુવડ જેવા છે. તેમની સૂર્યનાં દર્શન કરવાની શક્તિ આવરણને પામી છે તેથી તે ઊંઘે છે. જ્ઞાનીને જગત સાવ સેનાનું થઈ જાય તે પણ તૃણ તુલ્ય ભાસે છે તેથી આત્મહિત ચૂકી તે પુદ્ગલનાં સુખ પ્રત્યે દષ્ટિ દેતા નથી. વચન અને કાયાની પ્રવૃત્તિ થતાં પણ તેનું માહાભ્ય તે સત્પરુષને નથી, ચેતન પરિણતિ પ્રત્યે તે જાગ્રત છે. આત્મા માત્ર જાણવાની ક્રિયા કરે છે, દ્રષ્ટા જ્ઞાતા સાક્ષીરૂપ દશામાં જ્ઞાની જાગ્રત છે. તેનું અજ્ઞાનીને ભાન ન હોવાથી તે વિષે અજ્ઞાની આંધળે છે અથવા ઊંઘે છે. એટલે જ્યાં જ્ઞાનીને પુરુષાર્થ પ્રવર્તે છે ત્યાં અજ્ઞાનીની દષ્ટિ મિચાયેલી છે, તે ઊંઘે છે, સ્વમદશામાં છે, મારું તારું માની મગ્ન થઈ રહ્યો છે. “અનાદિ સ્વમદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યફદર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.” (૪૩) કેવી કૂંચી પરમકૃપાળુદેવે છપદના પત્રમાં દર્શાવી છે? ઊંડો વિચાર કરી સમજી શમાઈ જવા જેવું છે.જી. શબ્દો, શબ્દો, શબ્દો મગજમાં ભરી રાખવા જેવા પણ નથી. “હે વચનવર્ગ! તમે શા માટે અંતરાય કરે છે? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ!” (હા. ને. ૨–૧૯) » શાંતિઃ શાંતિઃ શાંતિઃ અગાસ, તા. ૨૦-૯-૩૮ ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી. જીવ નિમિત્તાધીન અત્યારે છે. અગ્નિની પાસે ઘીને ઘડો મૂક્યો હોય તે ઘી ઓગળ્યા વિના રહે નહીં, તેમ જેને બ્રહ્મચર્યની ભાવના પિષવી છે તેણે તેવાં નિમિત્તોથી જરૂર દૂર રહેવું ઘટે છે. શ્રી ઉપદેશછાયામાં શરૂઆતમાં અને આગળ પણ ઘણું તે વિષે પરમકૃપાળુદેવે લખ્યું છે, તે વારંવાર વિચારી આ જીવની હલકી વૃત્તિઓ પ્રત્યે તિરસ્કાર નહીં છૂટે ત્યાં સુધી અનાદિને મેહ જીવને ઢસડી ગયા વિના રહે નહીં. સમાધિસોપાનમાં પણું બ્રહ્મચર્ય વિષે લખાણ છે; પણ પરમકૃપાળુદેવે કહ્યું છે તેમ “સત્સંગ એ કામ બાળવાને બળવાન ઉપાય છે.” (૫૧૧). કારણ કે તેથી વિચારવૃત્તિ જાગે છે અને આ દેહનું સ્વરૂપ તથા જેના ઉપર મોહ થાય છે તેના દેહનું સ્વરૂપ ચામડિયાના કુંડ જેવું જણાયા વિના રહે નહીં. જેમ ચામડિયાના કુંડ આગળ ઉતરડેલી ચામડી, લેહી, માંસ, હાડકાં, આંતરડાં, વાળ, છાણ, મળ, મૂત્ર, પડ્યાં હોય છે તેમ આ દેહમાં પણ તે જ વસ્તુઓ ભરેલી છે અથવા જેના દેહમાં મેહ થાય છે તે દેહ પણ તે જ ગંદ છે. એ ભાવના વારંવાર ન થાય ત્યાં સુધી દેહ દષ્ટિએ ચઢે છે અને જીવ દેહ ઉપર જ મેહ કરે છે, દેહને માટે જીવે છે, દેહને દુઃખે દુઃખી અને દેહને સુખે સુખી પિતાને માની રહ્યો છે. તે માન્યતા સદ્ગુરુના બધે ફરે અને દેહ મડદારૂપ લાગશે ત્યારે કંઈક મેહની મંદતા થશે. કેઈના કહેવાથી કે કેઈની મદદથી જીવની
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy