SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આધામૃત અવિચાર અને અજ્ઞાન એ સર્વે ક્લેશનું, મેાહનું અને માઠી ગતિનું કારણ છે. સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેના પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આટલું યાદ રહે તે ગમે તેવા વિકટ પ્રસંગેામાં પણ સદ્ગુરુની આજ્ઞાનું બળ અનુભવ્યા વિના જીવ રહે નહીં. શ્રદ્ધાની જેટલી ખામી છે તેટલેા જ જીવ દુ:ખી છે; નહીં તેા તેનું મૂળ સ્વરૂપ પરમાનંદરૂપ છે તે કેમ ભૂલે ? ૐ શાંતિ: શાંતિ: શાંતિ: અગાસ, તા ૧૬-૫-૩૮ વૈશાખ વદ ૧, ૧૯૯૪ ૧૨૮ તત્ સત્ દૃષ્ટિ શુદ્ધ સ્વરૂપી નાથ નિરંતર, દૃષ્ટિ રહે। તુમ ચરણ વિષે, પ્રભુ વચન કાયનાં કામ થતાં પણુ, વૃત્તિ વહે। તુમ શરણુ વિષે, પ્રભુ વૃત્તિ૰ આપના તરફથી ત્રણ પત્રા પ્રાપ્ત થયા છે. કંઈ ખાસ ઉત્તર લખવા જેવું નહાતું એટલે પહાંચરૂપ ઉત્તર લખવાની ઢીલ થઈ છેજી. તેમ જ ૫. ૬. પ. પૂ. પ્રભુશ્રીજીનાં પગલાંની સ્થાપના તેમની દેહક્રિયા કરેલા સ્થળે થઈને મહાત્સવ થઈ ગયે પત્ર લખવા વિચાર હતા તે પ્રમાણે આ લખ્યા છેજી. સં. ૧૯૯૪ વૈશાખ સુદ ૧૦ ને દિવસે ઘણા ઉલ્લાસભાવપૂર્વક ભક્તિથી તે શુભ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. ધામથી પણ ઘણાં ભાઈમહેના આવ્યાં હતાં. યથાશક્તિ ભક્તિભાવ દાન પ્રભાવના થયાં હતાં. એવા પ્રસંગ કરી પ્રાપ્ત થવા દુર્લભ છે. મનુષ્યભવમાં લહાવા લેવાના પ્રસંગે કાઈ કોઈ વખત આવે છે તે વખતે જેમને પુણ્યાનુબંધી પુણ્યના ઉદય હાય તે તેવા વખતના લાભ પામી શકે છે. તેવેા જોગ ન બની આવે તેવાં કર્યું ઉદયમાં હાય તાપણ તેવી ભાવના ભાવવાથી અને તે પ્રસંગ નિમિત્તે પાતાથી બનતા ભક્તિભાવ દાન આદિ સત્કાર્ય સદાચરણમાં પ્રવર્તવાથી ભવિષ્યમાં તેવા પ્રસંગે કાઈ બનનાર હાય તે વખતે અત્યારે ખાંધેલું પુણ્ય ઉદય થતાં તેવી જોગવાઈ બની આવે. આત્મામાં સત્સંગયેાગે ઉલ્લાસ પરિણામ થતાં નિર્મળભાવ જાગ્રત થવાના જોગ સંભવે. ‘‘યાવૃશો માવના યસ્ય સિદ્ધિર્મવતિ તાલુશી' જેવી જેની ભાવના હાય છે તે પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, એ આટૅવચન યથાર્થ છે. માટે મેાક્ષપ્રાપ્તિનાં કારણેાના વિચાર કરી તે કારણેા ઉપાસતાં રહેવાય તે કાર્યરૂપ મેક્ષ અવશ્ય થાય; પણ કારણના નિણૅય કર્યાં વિના, તેના અભ્યાસ કર્યા વિના મેાક્ષ જેવું અત્યંત વિકટ કાર્ય ક્ષણિક નિર્મેળ ઈચ્છાથી પાર પડે તેવું નથી, માટે વિકટ સંજોગામાં તા વિકટ પુરુષાર્થ કતૅવ્ય છેજી. તેને બદલે આપણા વર્તન તરફ નજર કરીએ તેા શિથિલતા સિવાય કંઈ જણાશે નહીં. તે એ મેળ મળે નહીં તેવી અત્યારની દશા પલટાવી મેાક્ષમાર્ગમાં ઉપયેગી એવા સદ્ગુણા, સશ્રદ્ધા, આજ્ઞાનું આરાધન, વૈરાગ્ય, સત્ય, સદાચરણુ, શાંતિ, સમતા, ત્યાગ આદિ પ્રાપ્ત કરવાના પુરુષાર્થ અત્યંત દૃઢતાથી કર્તવ્ય છેજી. થયેલાં પાપાના પશ્ચાત્તાપ કરી ફરી તેવા દોષ જિંદગીભરમાં ન બને તેવેા દૃઢ નિશ્ચય રાખી દોષો દૂર કરતા રહીશું તેા અવ્યાબાધ અનંતસુખ યથાઅવસરે અનુભવીશું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy