________________
૨૬૨
પાસણા, “ભા. ૧ માન તામ્રપટ્ટી કરી આપ્યું. તેમજ સં. ૧૬૮૬ લગભગમાં ઉદેપુરમાં
પાસે કરાવી, ચોમાસા પછી રાજમહેલમાં પધરાવી વ્યાખ્યાન સાંભળી ગુરદક્ષિણામાં (૧) પાછલા તથા ઉદયસાગરમાં જાળ નાખવાની મના (૨) રાજ્યાભિષેકના દિવસે તથા દર ગુરુવારે હિંસા બંધ, (૩) જન્મ ભાસ અને ભાદરવામાં હિસાબંધ તેમજ (૪) મચંદદુર્ગ અને કુંભારાણુએ કરાવેલ દેરાસરને રાજ્ય તરફથી જીર્ણોદ્ધાર કરાવવો, એમ ચાર જ૫ આપ્યા. તેઓના પ્રથમ પટધર આ. વિજયસિંહરિ સં. ૧૭૦૯માં સ્વર્ગ ગયા. એટલે પંસત્યવિજયજીને સ્થાપવા વિચાર્યું પણ તેમણે મના કરી, આથી સં. ૧૭૧૦માં આ. વિજયપ્રભસરિને પોતાની પાટે સ્થાપીને સંગ ૧૭૧૩માં ઉનામાં સ્વર્ગે ગયા.
૬૧. આ૦ શ્રીવિજયસિંહરિ. મેતામાં એસવાલ નથમલશાહ પત્ની નાયકદેએ ૧ જેઠે ૨ જસે ૩ કેશવજી ૪ કર્મચંદ ૫ કપૂરચંદ એમ ૫ પુત્રને જન્મ આપ્યો. ભાઈ કેશવજીએ નાની ઉમરમાં દીક્ષા લીધી હતી, જેનું નામ કીતિવિજય હતું. કર્મચંદનો જન્મ સં. ૧૬૪૪ ફા. શુ ૨ રવિવારે થયો હતો. શેઠે પિતે પિતાની પત્ની કરમચંદ, અને કપુરચંદ સાથે સં. ૧૬૫૪માં મહા સુદિ બીજે બા શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લીધી, કર્મચંદનું દીક્ષાનું નામ કનકવિજય હતું. આ. વિજયસેનસૂરિએ તેને સં. ૧૯૭૦માં પંન્યાસ પદ, સં. ૧૬૭૩માં પાટણમાં વાચક૫દ અને સં. ૧૬૮૨ મહાશુદિ ૬ ઇડરમાં (સં.૧૬૮૧ વૈ શુ ૬ ઇડરમાં) સૂરિપદ ખાપી, આ. વિજયસિંહરિ એવું નામ રાખ્યું. સં. ૧૯૮૪માં જાહેરમાં વાંદણ મહોત્સવ થયો અને આચાર્યો એ સાથે વિહાર કર્યો. આ સિંહસરિની વ્યાખ્યાનશક્તિ અજબ હતી. તેમની વાણી મીઠી હતી. આથી જનતા બહુ આકર્ષિત થતી હતી. મેવાડને રાણે જગતસિંહ તે તેઓને ખાસ શ્રાવક જ બન્યો હતો અને તેણે આ. વિજયદેવસૂરિને વિંધ્યનગરના ચોમાસામાં વરાણાના મેળાની જકાત માફ કરી તામ્રલેખ લખી આપ્યો હતો. તેમજ ઉદેપુરના ચોમાસા પછી ચાર જલ્પ આપ્યા હતા. ફરી સં. ૧૬૯માં આ. વિજયસિંહરિને ઉદેપુર ચોમાસું કરાવી ચૌદશને શિકાર બંધ કર્યો હતો અને ભ૦ ઋષભદેવની પૂજા શરૂ કરી હતી. એટલે કે તે આ સિંહસૂરિની વાણી સાંભળી જૈનધર્મી બન્યો હતો. આ સિંહસૂરિજીના ઉપદેશથી ઝીઝવાડામાં સાગરના રેલામાં તણાઈ આવતાં માછલાંને શિકાર બંધ થયું. આ આચાર્ય અજેનેમાં પણ કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિજીની જેમ બહુ લોકપ્રિય બન્યા હતા. તેમનું સં. ૧૭૦૯ અ. શ૦ ૨ અમદાવાદમાં રાજપુરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org