________________
પ્રાચીન ગ્રાય મહોદધિ ભાગ-૨
[ ૪૩ જોતાં રે જોતાં ઓળખ્યો, જઈ વંદે હો મુનિના પાય ભૂપ કે; જેહવું વીરે વખાણીયું, દીઠું તેહવું હો તપસીનું રૂપ છે. તે ૧૨ વાંદી સ્તવી રાજા વળ્યો, ઋષિ કીધું હો અણસણ તિહાં હેવ કે; વૈભારગિરિ એક માસનું, પાળીને હો ચવિ ઉપન્યો દેવ કે. તે ૧૩
હાલ પ–મી ધન ધન ધન્ન ઋષિસર તપસી, ગુણ તણે ભંડાર નામ લિયંતા પાપ પણ, લહિયે ભવનો પારજી ધન, એ આંકણી. ૧ તપીયાને જવ અણસણ સિવ્યું, ભંડો પગરણ લેઈજી; સાધુ આવીને જનજીને વંદે, ત્રણ પ્રદક્ષિણા દેઈજ. ધન ૨ પ્રભુજી શિષ્ય તમારો તપસી, જે ઘનો અણગારજી; હમણુ કાળ કિ તિણ મુનિવરે, અમે આવ્યા ઈણવારજી. ધન૦ ૩ સાંભળી વૃદ્ધ વજીર પ્રભુના, શ્રી ગૌતમ ગણધાર; પૂછે પ્રશ્ન પ્રભુજીને વાંદી, કરજોડી તેણે વારજી. ધન- ૪ કહો પ્રભુજી ધન ઋષિ તપસી, જે ચારિત્ર નવ માસજી; પાળીને તે કિણ ગતિ પહ, તેહ પ્રકાશો ઉલ્લાસ. ઘન, પ સુણ ગાયમ શ્રી વીર પર્યાપ, જિહાં ગતિ સ્થિતિ શ્રીકારજી સર્વાર્થ સિદ્ધ નામ વિમાને, પામ્યો સુર અવતારજી. ધન૬ આયુ સાગર તેત્રીશનું પાણી, વિ વિદેહે ઉપજશેજી; આર્યકુલ અવતરીને કેવળ, પામી સિદ્ધિ નિપજશેજી. ઘન ૭ એહવા સાધુ તણા પાયે વંદી, કરીએ જન્મ પ્રમાણજી; અફવા સફલ હવે ગુણ ગાતાં, પામી જે પરમ કલ્યાણજી. ઘન ૮ રહી ચોમાસું સત્તર એકવીશે, ખંભાત ગામ મોઝારજી; શ્રાવણ વદી તિથી બીજ તણે દિન, ભૃગુ નંદન ભલો વારજી. ધન ૯ મુજ ગુરૂશ્રી મુનિ માણેક સાગર, પામી તાસ પસાયજી; ઈમ અણગાર ધનાના હરખે, જ્ઞાન સાગર ગુણ ગાયજી. ધન૦ ૧૦
સમાપ્ત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org