________________
N
સચીન સઝાય મહેદો ભાગ-૨
[ ર૬૮ ભવિયાં ભાવિયે રે. ધર્મ ધ્યાન ઉદારે; જેહથી દુર્ગતિ દર પલાયે; લહીયે ભવ પારો. ભ૦ ૧૦ ૨ અર્થ સૂત્રને અતિ વિસ્તારે, તેહની રૂચીયે બીજું ગુરૂ ઉપદેશ ઉપર રૂચી રૂડી, તસ લક્ષણ એ ત્રીજું. ભ૦ ૧૦ ૩ જાતિ સમરણ પ્રમુખ વિશેષે, જિન ભાષિત સહીયે; પર ઉપદેશ વિના એ ચોથું, એહનું લક્ષણ કહીયે. ભ૦ ઘ૦ ૪ લક્ષણ એણે જિણહિ રમતું, ધર્મ ધ્યાન મન સેજે; વાદલમાંહી રહ્યો પણ રવિ જિમ, ઉદિત જણાએ તેજે. ભ૦ ૫૦ ૫ હવે ચારે આલંબન કહીયે, જે મુનિ જનને કામે; તિહાં પહેલું જે ભણે ભણાવે; કર્મ નિર્જરા કામે. ભ૦ ઘ૦ ૬ બીજું જે સદ્દગુરૂને પૂછી, શંકા દોષ નિવારે; વલી વલી સૂત્ર ગણે એ ત્રીજું, ચોથું અર્થ વિચારે. ભ. ધ. ૭ આલંબનથી સુખે ચડીએ, ધર્મ ધ્યાન વરધામે ચાર ભાવના તે હવે કહીએ, જેહથી સમરસ જામે. ભ૦ ૧૦ હું કહેને નહિ કો નહિં મારૂં, મમતા કરવી ઘેલી; જીવ એકીલ જાયે આવે, એહ ભાવના પહેલી. ભ૦ ૧૦ તન ધન જીવિત યૌવન પરિજન, ક્ષણમાં જાએ છીજી; અથિર એહની કહો કુણ આશા, એહ ભાવના બીજી. ભ૦ જન્મ જરા મરણ મય બહુભય, જગ સહુને સંતાવે; ધર્મ વિના કઈ શરણ ન દીસે, ત્રીજીએ ઈમ ભાવે. ભ૦ પુત્ર પિતા તિમ નારી માતા, વયરી ભાઈ થાય; એક જીવને ભવમાં ભમતાં, ઈમ ચેથી એ ધ્યાયે. ભ૦ ઘ૦ ૧૨ અથવા મૈત્રીયાદિક મુનિજન, ભાવના ભાવે ચારે ધર્મ ધ્યાનનો જેહથી થાયે, અધિક અધિક વિસ્તારે. ભ૦ ધ સર્વ જીવને હિત ચિંતવવું, તે મૈત્રી મતિ ભાષી; દુઃખીયાના દુઃખ ટાલ એહવી, મનસા કરૂણા વાસી. ભ૦ ધવ ગુણ ગુણવંત તણું દેખીને, જે મન હર્ષિત થાય; અથવા પરસુખ નિરખી હરખે, તેહ પ્રમોદ કહેવાય. ભ૦ ધo દેખી દોષ ઘણું દુરિજનના, તે ઉવેખે નાણ; રાગ રોષ તે ઉપર નાણે, એહ ઉપેક્ષા જાણી. ભ૦ ઘ૦ ૧૬ ઈમ શુભ મતિ અમૃત રસ સિંચ, ધર્મધ્યાન તરૂ વાધે; કહે ભાવમુનિ ઈહ પરલોકે, મનવંછિત ફલ સાધે. ભ૦ ઘ૦ ૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org