________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
[ પ૭
w
રૂપ અનુપમ ઇંદ્ર વખાણ્ય, સુર સુણી ઈમ વાચા બ્રાહ્મણ રૂપ કરી દોય આયા, ફરી ફરી નિરખત કાયા. જેહવા વખાણ્યા તેહવા દીઠા, રૂપ અનુપમ ભારી; સ્તવનાં સાંભળી મનમાં હરખ્યાં, આ ગર્વ અપારી અબ શું નિરખે લાલ રંગીલે, ખેળ ભરી સુજ કાયા; નાહિ ધેાઈ જબ છત્ર ધરાવું, તવ જેજો મારી કાયા. મુગટ કુંડલ હાર મોતીના, કરી શણગાર બનાયા છત્ર ધરાવી સિંહાસન બેઠા, તવ ફરી બ્રાહ્મણ આયા. દેખી જોતાં રૂપ પલટાણું, સુણ હો ચકી રાયા; સોળ રોગ તેરી દેહમાં ઉપન્યા, ગર્વ મ કર ફૂડી કાયા. કળ કળીયે ઘણું ચકી મનમાં, સાંભળી દેવની વાણી તુરત તાળ નાંખીને જેવે, રંગ ભરી કાયા પલટાણી. ગઢ મઢ મંદિર માળીયાં મેલ્યાં, મેલી તે સવિ ઠકુરાઈ; નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં, મેલી તે સયલ સજાઈ. હય ગય અંતે ઉર મેલી, મેડી તે મમતા માયા; એકલડાં સંયમ લઈ વિચરે, કેડ ન મેલે રાણું રાયા. પાયે ઘુઘરી ઘમ ઘમ વાજે, હમ ઠમ કરતી આવે; દશ આંગળીયે બે કરજેડી, વિનતી ઘણય કરાવે. તુમ પાખે મારું દિલ દાઝે, દિન કેહી પરે જાશે; એક લાખ બાણું સહસને, નયણે કરી નિરખી જે. માતા પિતા હેતે કરી ઝરે, અંતેઉર સવિ રવે, એકવાર સન્મુખ જુએ ચકી, સનત્ કુમાર નવિ જે. ચામર ધરાવે છત્ર ધરાવો, રાજ્યમેં પ્રતાપે રૂડા; છ ખંડ પૃથ્વી આણ મનાવો, તે કિમ જાણ્યા કૂડા. છત્ર ધરે શિર ચામર ઢાળે, રાજન પ્રતાપ રૂડે, છ ખંડ પૃથ્વી રાજ્ય ભોગવે, છ માસ લગી ફરે કેડે. તવ ફરી દેવ છળવા કારણ, વૈદ્ય રૂ૫ લહી આવે; તપ શક્તિએ કરી લબ્ધિ ઉપની, શું કે કરી રેગ સમાવે. એ લાખ વરસ મંડળિક ચકી, લાખ વરસની દીક્ષા; પંદરમાં જનવરને વારે, નરદેવ કરે જીવ રક્ષા,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org