SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 9તો સેનપ્રશ્ન અંતર્ગત પ્રશ્નોત્તરી OoI કરે એ પ્રશ્ન : ૫ ચાર ઉપધાન વહેવા બાદ માલારોપણ કેટલા કાળમાં કરી લેવું જોઇએ ? ઉત્તર : મુખ્ય રીતિએ પહેલા ઉપધાનમાં પ્રવેશ કર્યો હોય, ત્યાંથી બાર વર્ષ ઓળંગી જાય, તો ચારે ઉપધાન જાય છે, તેથી બારા વર્ષ પહેલાં માલારોપણ કરી લેવું. ૧-૬-૪-૮૩. પ્રશ્ન : ૬ માલા સંબંધી સોનું રૂપું કે સુતર વિગેરે દ્રવ્ય, તે દેવદ્રવ્ય ગણાય? કે જ્ઞાન દ્રવ્ય ગણાય ? કે સાધારણ દ્રવ્ય ગણાય? ઉત્તર : તે સર્વે દેવદ્રવ્ય ગણાય, આ પ્રમાણે સંપ્રદાય છે, ૨-૧-૩૨-૧૬૮. પ્રશ્ન : ૭ ઉપધાન વહન કરનારાઓમાંથી કેટલાકોએ વિધિ પૂર્વક પડિલેહણ કરી કાજો લીધો, પછીથી કોઇક આવી પડિલેહણ કરે અને કાજો ન લે તો તેનો દિવસ પડે કે નહિ? ઉત્તર : બીજો ઉપધાનવાહી પછીથી પડિલેહણા કરે, ઉપધિવિગેરેને પલેવે, અને કાજાનો ઉદ્ધાર ન કરે, તો તેનો દિવસ વધે છે. ૨-૯-૭-૧૬૧-૨૯૭. પ્રશ્ન : ૮ ઉપધાનમાં મુહપત્તિ વિના સો હાથ ઉપર જવાયું હોય, વાપરતાં એઠું મૂક્યું હોય, રાત્રીએ અંડિલ જવાયું હોય, વિગેરે કર્યું હોય તો દિવસ વૃદ્ધિ થાય, તે સરખી જ થાય? કે ફેરફારવાળી થાય? અને તે પડેલ દિવસો ઉપધાન તપમાં જ ફરીથી ભરી આપવા પડે? કે કારણ હોય તો ઉપધાનમાંથી નીકળ્યા પછી કરે ? ઉત્તર : ઉપધાન વિધિમાં મુહપત્તિ ભૂલીને સો હાથ જવાયું હોય, કે એઠું મૂક્યું હોય, કે રાત્રીએ ચંડિલ ગયા હોય, વિગેરેમાં દિવસ વૃદ્ધિ સરખી જ થાય” એમ કહ્યું છે, અને તેમજ કરાવાય છે, મહાન કારણ હોય, તો એકાંતપણું નથી ૨-૧૦-૧૬-૧૭૮-૩૧૪. પ્રશ્ન : ૯ ઉપધાનની આલોયણના પોસહ, ઉપવાસથી અપાય કે નિવિ, એકાસણા વિગેરેથી અપાય? અને તે પોસહ દિવસના અપાય? કે અહોરાત્રીના અપાય ? ઉત્તર : ઉપધાન આલોયણના પોસહ ઉપવાસથી અપાય અને અહોરાત્રીના જ અપાય છે, ૨-૧૦-૧૭-૧૭૯-૩૧૫. cવ 260 % pdી હિOo ઉપધાન Oo PG વિધિ D૦૦ O3. Doa Jain Education Nernation 2010_05 For Private & Personal Use Only Lww.ainelibrary.org
SR No.004609
Book TitleUpdhan Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2005
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy