________________
આ સંગ્રહમાં આવેલા છ રાસાઓ પૈકી કોચરવ્યવહારી રાસ, રસરત્નસાસ અને બારમાસાની પ્રતિયો લીંબડીના ભંડારથી પ્રાપ્ત થઈ હતી, ભીમચોપાઈ અને એમાહડાલીયાની પ્રતિયો પાટડીના ભંડારથી અને સુમતિસાધુસૂરિ વિવાહલાની પ્રતિ લુણાવા (મારવાડ ) ના યતિ સૌભાગ્યવિજયજીની પાસેથી પ્રાપ્ત થઈ હતી. અએવ તે તે પ્રતિયોના માલિકે, આ ઇતિહાસના કાર્યમાં સહાયક થયેલ હોવાથી, ખરેખર ધન્યવાદને પાત્ર છે.
છેવટ–બન્યું હાંસુધી આ પુસ્તક કાળજીપૂર્વક સંશોધિત કર્યું છે. તેમ છતાં કવચિત સ્થળે રહેલી અશુદ્ધિનું શુદ્ધિપત્રક પણ આપવામાં આવ્યું છે. તો તે પ્રમાણે સુધારી વાંચકે આ પુસ્તકને લાભ ઉઠાવશે, એટલું ઇચ્છી વિરમું છું.
પાલીતાણા (કાઠીયાવાડ) આસો સુદિ ૩ શનિવાર
વિ. સં. ૨૪૪ર.
સંશોધક, વિજયધર્મસૂરિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org