________________
પૂરવ પુન્યથી પામી લષમી અતિ ઉદાર પાંમી નિં ષરચિ નહી ધીગ તિણરે અવતાર.” ૬૭
એવી રીતે આનંદ કરતે કરતે સંઘ, ઉલટભેર ધુલેવજી (કેશરીયાજી) જઈ શ્રીજિનેશ્વરને ભેટ્યો. ત્યારપછી ભીમ શ્રીસંઘ સાથે વિધિપૂર્વક શ્રીષભદેવ ભગવાનની અનેક પ્રકારનાં પુષ્પ, કેશર, ચંદન વિગેરે ઉત્તમોત્તમ વસ્તુઓથી પૂજા કરી. પૂજા કરીને મંડપમાં આવી ગુરૂ અને સંઘની સાથે જિનેશ્વરની સ્તુતિ કરી. અને ત્યારપછી ભીમે, મેટા આડંબર સાથે મંદિર ઉપર વજા પણ ચઢાવી. તેમ જિનેશ્વરની હેટા ઉલ્લાસ પૂર્વક આંગી પણ રચાવી. એ પ્રમાણે શુભભાવથી બાષભદેવની પૂજા કરીને ભીમે ત્યહાં એકઠા થયેલા તમામ સંઘ અને ગામને જમવા નેતર્યું. ઉત્તમોત્તમ ભેજનવડે દરેકને જમાડ્યા અને યાચકોને દાન પણ આપ્યું. ચૈત્રીપૂનિમના દિવસે પ્રાત:કાલમાં ભીમના ઉતારે અનેક પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. તેની પાસે આવતા તમામ વાચકોનું દરિદ્ર દૂર કરી ભીમે બધાઓને સંતુષ્ટ કર્યો. ëણે આ પ્રસંગે એટલું બધું દાન આપ્યું, કે જહેથી કરીને હેની અને હેના પૂર્વજોની મુક્તકંઠે લેકે કીર્તિ કરવા લાગ્યા-ગુણ ગાવા લાગ્યા. તે પછી સંઘે અહીંથી પિતાના નગર તરફ આવવા પ્રસ્થાન કર્યું. નગરમાં પ્રવેશ કરતાં નગરજનોએ આડંબરથી સામૈયું કર્યું. સ્ત્રીઓએ સંઘવીને વધાવી લીધો. ઘેર આવ્યા પછી પણ સંઘવી ભીમાશાહે અનેક પ્રકારનાં દાન કર્યો, તેમ આવેલા સ્વજનેને શીખ આપીને પોતાના કુલની ઉત્તમ રીતિને જાળવી રાખી. કેમકે કહ્યું છે કે – “એકહજ સૂરજ અજૂઆલુ કરે એક સપૂત્ર જે કુલ ઉધરે. ૯ એક નરની બહું આસા કરિ એક નર આગલ હાથજ ધરે, એક સુંપૂત્ર પિષિ દિનરાત એક પરાઈ કરે નજ તાત.” ૧૦૦
ભીમ, ખરેખર હેના કુલમાં એક એવો દી જાગે કે જહેણે પિતાના કુલને દીપાવ્યું.
[૩૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org