SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તા વ ના શ્રી જિનગુણનું સ્તવન એ બૃહસ્પતિને પણ અશક્ય છે. બે ભુજાઓ વડે પૃથ્વીને ઉપાડવી કે સ્વયંભૂરમણસાગરને તો એ જેટલું દુષ્કર છે, તેટલું જ દુષ્કર કામ શ્રી જિનેશ્વર દેવોના ગુણેનું વર્ણન કરવું તે છે. દિવાઘ ઘુવડ કે જન્માંધ પુરૂષ જેમ સૂર્યના રૂપનું સામાન્ય રીતે પણ વર્ણન કરી શકે નહીં, તેમ શ્રી જિનેશ્વરદેવના અરૂપી અનંત ગુણેનું વર્ણન છદ્મસ્થ આત્માઓ વડે સર્વથા થઈ શકે નહિ. શ્રી જિનેશ્વરદેવના ગુણનું સ્વરૂપ એટલું ગહન અને સંખ્યા એટલી મોટી હોય છે કે અતીન્દ્રિય જ્ઞાનવડે તે સઘલા ગુણેને સાક્ષાત્ દેખનારા કેવલજ્ઞાની મહર્ષિઓ પણ તેનું સંપૂર્ણ અને યથાસ્થિત વર્ણન કરી શકતા નથી. કારણ કે આયુષ્ય પરિમિત હોય છે, વાચા ક્રમવર્તી હોય છે અને ગુણેનું સ્વરૂપ અતીન્દ્રિય-શ્રવણાદિ ઈન્દ્રિયોને અગેચર હોય છે. અને વાણીને અગોચર એવા ગુણેને શબ્દમાં ઉતારવા અને ઇન્દ્રિયથી પ્રત્યક્ષ કરાવવા, Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy