________________
[ ૧૯૬ ]
જિનભક્તિ વિવેકી આત્માઓ, દુનિયાના જીવો શરદીથી બચવા માટે જેમ સૂર્યને આશ્રય લે, તેમ હે દેવ! સંસારના દુખથી બચવા માટે તેઓ આપને જ આશ્રય લે છે. હે ભગવન! આપને જેઓ અનિમેષ-સ્થિર નેત્રે વડે નિરંતર જુએ છે, તેઓ પરલોકમાં અનિમેષભાવ (દેવત્વ)ને પામે, તેમાં કશું જ આશ્ચર્ય નથી.
વસ્ત્રને મેલ જેમ સ્વચ્છ પાણુ વડે સાફ થાય છે, તેમ હે દેવ! આપની દેશનારૂપી નિર્મળ જળવડે ધવાયેલા આત્માઓ કમલથી રહિત બને છે. હે સ્વામિનું! આપના નામ મંત્ર જાપ એ જાપ કરનાર આત્માને સર્વસિદ્ધિ-સમાકર્ષણમંત્રપણાને પામે છે. આપની ભક્તિને વિષે તલ્લીન થયેલા આત્માઓને ભેદવા માટે વજ કે છેદવા માટે શૂલ પણ સમર્થ નથી. હે દેવ ! આપને આશ્રય કરનાર આત્મા ગુરૂકમ પણ લઘુકર્મી બની જાય છે. સિદ્ધરસને સ્પર્શ શું લેઢાને પણ સુવર્ણ નથી બનાવત? હે સ્વામિન્ ! આપનું ધ્યાન, સ્તવન અને પૂજન કરનાર આત્માએ જ પિતાના મન, વચન અને કાયાને સફલ બનાવનારા છે. હે સ્વામિનું ! પૃથ્વી ઉપર વિહરતા આપના ચરણની ૨જ મનુષ્યોના પાપરૂપી વૃક્ષેનું ઉમૂલન કરવા માટે મહામતંગજનું આચરણ કરી રહી છે.
Jain Education International 2800 Pobrate & Personal Use Only
www.jainelibrary.org