SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (ઝેરને શમાવનારું, અમૃતને ઉત્પન્ન કરનારું ) (રાગ વિષધરીને વિષધર સૂતો ચંડકોશિયો નામે) વિષ મટીને અમૃત બનતું, નવકાર મંત્રને ધ્યાને, મહામૂલા શ્રી નવકારમંત્રને, જપતો માનવ જયારે સમવસરણમાં અરિહંત શોભે, સિદ્ધશિલા પર સિદ્ધો, જીવો પર કરુણા વર્ષોવી, શિવ મારગને લીધો મહામૂલા... રાજ્યોમાં જેમ રાજા શોભે, તેમ શાસનમાં આચાર્યો સોહે, ભણે ભણાવે સર્વ સાધુને, પાઠક પદ મન મોહે મહામૂલા... પંચ સમિતિ ત્રણ ગુપ્તિ, પાળે છકાય રક્ષાકારી પંચમ પદે સાધુ ભગવંતો સવિજીવના ઉગારી મહામૂલા... જીવોને સંસાર વિકટ છે, ચાર કષાયો નાગ નિકટ છે કરજોડીને નમો મંત્રાને લોક બધા આનંદ મહામૂલા... માતા-પિતા બંધવ સુત ભગિની, કોઈ શકે ના તુજને બચાવી અંત સમયે નવકારમંત્રા, લેશે તુજને ઉગારી મહામૂલા... નવલાખ મંત્ર જે ગણે જે ભાવે, તે તો કદી ના નરકે જાય દિન દિન નિર્મલ કીર્તિ પાવે, ભદ્રજનો સુખ પાવે મહામૂલા... અડસઠ અક્ષરથી થયો, મહામંત્ર નવકાર, વિકાર બાળ વિલાસ ટાળે, મહામંત્ર નવકાર, આઠ સિદ્ધિને આપતો, વળી અક્ષય પદ દેનાર, સંયમ રોમે રોમે પ્રગટે, જીવનનો શણગાર. અનંત ગુણનો વૃંદ છે, મહામંત્ર નવકાર, મન વાણી કાયાને સાંધે, મહામંત્ર નવકાર, ગુણ તેના ગણતા સદા, કોઈ ન પામે પાર. આરાધે અંતરમાં જિનને, જીતે આ સંસાર. ૨૩૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy