________________
(૫)
શ્રી સિદ્ધચક્રમહિમા ગીત
(રઘુપતિ રાઘવ રાજા રામ... એ રાગ) સિદ્ધચક્રનું ધરીએ ધ્યાન, જગમાં નહિ કોઈ એહ સમાન; નવપદ એ છે નવે નિધાન, સેવો હૃદય ધરી બહુમાન... મહા ઉપકારી શ્રી અરિહંત, શુદ્ધ સ્વરૂપી સિદ્ધ અનંત; આચારજ વાચક મુનિરાજ, પરમેષ્ઠિ હો મુજ શિરતાજ... દર્શન જ્ઞાન ચરણ સુખકાર, મોક્ષમાર્ગ કહ્યો સૂત્ર મોજા૨; તપ આદરજો બાર પ્રકાર, એ નવપદના ગુણ અપાર... દેવ-ગુરુને ધર્મનો વાસ, નવપદ પૂરે વાંછિત આશ; વંદન કરીએ મન ઉલ્લાસ, કઠિન કર્મનો થાએ નાશ... કર્મની સત્તા સામે ખંડ, મોહરાયને દેવા દંડ; હરવા ચગતિ દુ:ખ પ્રચંડ, નવપદનો છે અંક અખંડ... સેવ્યો મયણા ને શ્રીપાલ, કોઢનો રોગ ગયો તત્કાળ; નવપદ ધ્યાને દુઃખ વિસરાળ, પગ પગ ઋદ્ધિ સુખ વિશાળ... નવપદ આરાધો શુભ ભાવ, જેનો જગમાં પ્રગટ પ્રભાવ; માનવભવનો સાચો લ્હાવ, ફરી ફરી મળશે નહિ દાવ... નવ આયંબિલની ઓળી એક, એમ નવ કરજો રાખી ટેક; હૃદયશુદ્ધિ ને વિધિ અનુસાર, સેવી સફળ કરો અવતાર... સિદ્ધચક્ર મહિમાનું ગીત, આરાધક બનવાની રીત; લબ્ધિસૂરિશિશુ બે કરજોડ, પદ્મ કહે હો વંદન ક્રોડ... (૬)
સિદ્ધમંત્ર નવકાર
સિદ્ધમંત્ર નવકાર શ્રેષ્ઠમંત્ર નવકાર મંગળમય નવકાર
મારે મન એક જ છે નવકાર
મારો તો જીવનનો આધાર..
Jain Education International. 2010_03
જય જયવંતો કર્મ ચુરંતો
શાંતિનો દાતાર (૨) એની રિદ્ધિનો નહીં પાર,
એની સિદ્ધ અપરંપાર, મારે મન એક જ છે આધાર
૨૩૧
૧
For Private & Personal Use Only
3
૪
૫
૬
૭
८
શ્રેષ્ઠમંત્ર નવકાર સિદ્ધમંત્ર નવકાર
૯
www.jainelibrary.org