________________
માળા હાથમાં હોય, ત્યારે મન બીજે હોય, તે શી રીતે ચાલે ? તોફાની ઘોડાને નાથવો સહેલો છે, પણ ચંચળ મનને નાથવું વધુ અઘરું છે. તોફાની ઘોડાથી વધુ ઉન્મત મનને જો આપણે શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવી શકીએ, તો તે કહ્યાગરું બની જઈને શ્રી જિનશાસનની પ્રભાવનાનાં મહાન કાર્યોમાં જરૂર સક્રિય બની
જાય.
મન જેટલા અંશે પુદ્ગલનું મટીને શ્રી નવકારનું, શ્રી પંચપરમેષ્ઠિનું અને આત્મતત્ત્વનું બને છે, તેટલા પ્રમાણમાં તે વિઘ્નવિદારક, કર્મક્ષયકા૨ક અને મંગળ પ્રદાયક બને છે. અને તેથી જ આજના ખરાબ કાળમાં પણ શ્રી નવકારનો પ્રભાવ ચાલુ છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે - જ્યાં શ્રી નવકારનો એક સાચો આરાધક વસતો હોય, ત્યાં પણ અમંગળકારી બળો પૂરું જોર કરી શકતાં નથી. માટે શ્રી નવકારને મન દઈને ભજવાનો શ્રેષ્ઠ પુરુષાર્થ આદરવો જોઈએ.
શ્રી નવકાર ખરેખર ઘણો મહાન છે. અચિન્ત્ય પ્રભાવશાળી છે. પણ રાગ-દ્વેષથી ભરેલા મનને તે નાનો લાગે છે. એટલે તેની સાથે વર્તાવ પણ તેવો રહે છે.
ચૌદપૂર્વી પણ જ્યારે બીજું કાંઈ કરી શકતા નથી ત્યારે એક શ્રી નવકારનું જ ધ્યાન કરે છે. આવી મહાન વસ્તુને એની યોગ્યતા પ્રમાણે યોગ્ય સ્થાન તો આપવું જ જોઈએ ને ! અને જો તેવું સ્થાન આપીએ, તો આપણી પણ તેવી જ દયનીય
દશા થાય.
ચૌદપૂર્વીઓ જેને હૃદયના સિંહાસન પર બિરાજમાન કરે છે, તે શ્રી નવકારને આપણે પણ તેટલું જ માન આપવું જોઈએ. માન આપવામાં મહાનતા છે, માગવામાં અલ્પતા છે.
સન્માનને પાત્રને સન્માન આપવાથી મન મંગળનું ઘર બને છે. દેવ-દેવેન્દ્રો જેમની ભક્તિ કરવામાં અહોભાગ્ય સમજે છે, તે શ્રી અરિહંત
Jain Education International 2010_03
આદિ પરમેષ્ઠિ ભગવંતોની ભક્તિનો સુઅવસર મળવા છતાં પ્રમાદ સેવવો તે અસાધારણ ગુનો છે.
‘બહુ-માન’ એટલે મનના પ્રદેશો-પ્રદેશમાં અહોભાવ જગાડનારું માન ! મન આખું ને આખું શ્રી નવકારનું બની જાય એવું અપૂર્વ માન. આવું બહુમાન
જાગ્યા પછી એ મનને વિષયો નહિ વળગી શકે, કષાય નહિ દઝાડી શકે. ‘નમો’ ઉ૫૨ જે ભાર છે, તે આવું માન જગાડવા માટે છે.
મોટાને માન આપવું તેમ વ્યવહાર પણ કહે છે અને નિશ્ચય પણ તે જ કહે છે. જેઓ ગુણે કરીને મોટાં છે, ઐશ્વર્યમાં મોટાં છે, સામર્થ્યમાં મોટાં છે. પુણ્યથી મોટાં છે અને બીજી સર્વ રીતે મોટાં છે-તેઓમાં શ્રી અરિહંત મોખરે છે. તેમને નમવાનો સુઅવસર પણ મહાપુણ્ય મળે છે. તેને દીપાવવાથી સર્વ મંગળકારી ધર્મની સ્પર્શના થાય છે.
શ્રુતજ્ઞાનમાં ચિત્તનો ઉપયોગ રાખવાથી કર્મની ભારે મોટી નિર્જરા થાય છે, તો શ્રી નવકાર એ તો શ્રુતરૂપી સાગરનું નવનીત છે. એટલે તેના પ્રત્યેક અક્ષરમાં ઉપયોગ રાખવાથી આત્માનો સદુપયોગ થાય છે. ધર્મની પરિણતિ થાય છે, શુદ્ધ નિજ સ્વભાવમાં રમણતા વધે છે.
‘ઉપયોગ’ પદાર્થ ઓળખાવીને શ્રી જિનેશ્વરદેવોએ આપણા ઉપર અમાપ ઉપકાર કર્યો
છે, પણ ખેદની વાત છે કે આપણે તેનો ઉપયોગ કરવાની કલામાં કુશળતા પ્રાપ્ત કરવાની ધગશ ધરાવતા નથી.
વસ્તુ જેમ વધુ મૂલ્યવાન, તેમ તેના ઉપયોગમાં વધુ કાળજી માનવી રાખે છે. ઝવેરાતને તિજોરીમાં રાખે છે, રખડતું નથી મૂકતો. તો શ્રી નવકારની જ્યાં સ્થાપના કરવાની છે તે સિંહાસન સમાન મન કેટલું મૂલ્યવાન ! તેને પંચપરમેષ્ઠિરૂપી પંચ હીરાની વીંટી કહીએ, તો પણ ચાલે. એ વીંટીનું ગૌરવ આપણે જાળવીએ છીએ ? દેશકાળ ભલે ગમે તેવા હોય. આ તત્ત્વ સમજાઈ જશે તો જીવન મંગળમય બની જશે.
૧૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org