SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્તિ પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન* તાર મુજ તાર મુજ, તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી; પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમરામ મુજ તુંહી સ્વામી. તા.ર૦ ૧ તુંહિ ચિંતામણિ તુંહિ મુજ સુરતરૂ, કામઘટ કામધેનું વિધાતા; સકલ સંપત્તિકરુ, વિકટ સંકટહરુ, પાસ શંખેશ્વરા મુક્તિદાતા. તાર ફ્ પુણ્ય ભરપુર અંકુર મુજ જાગીઓ, ભાગ્ય-સૌભાગ્ય મુખ નૂર વાધ્યો; સકલ વાંછિત ફળ્યો માહરો દિન વળ્યો, પાસ શંખેશ્વરો દેવ લાવ્યો. તાર૦ ૩ મૂર્તિ મનોહારિણી, ભવજલધિ તારિણી, નિરખત નયન આનંદ હુઓ; પાસ પ્રભુ ભેટિયા, પાતક મેટિયા, લેટિયા તાહરે ચરણે જુઓ. તાર૦ ૪ પાસ તું મુજ ધણી, પ્રીતિ મુજ બની ઘણી, વિબુધવર નયવિજય ગુરુ વખાણી, મુક્તિ પદ આપજો, આપ પદ્દ થાપજો, જસવિજય આપનો ભક્ત જાણી. તાર ૫ * અહીં સૌ પ્રથમવાર ગ્રંથસ્થ થાય છે પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન Jain Education International 2010_02 For Private & Personal Use Only ૫૯૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy