SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) [આત્માનંદ પ્રકાશ પુ. ૫ અં. ૧ સં. ૧૯૬૩ શ્રાવણમાસના અંકમાં પૃ. ૨૨ પર આ હરિયાળીનો જે અર્થ આપ્યો છે તે પણ અત્ર મૂકવામાં આવે છે.] હરિઆલી-વિરોધાભાસ, અસંભવ વિરુદ્ધ ન હોય છતાં વિરુદ્ધ દર્શાવનાર. ૧. હે પંડિત પુરષો! તમને ૨૦ વરસની મર્યાદા આપું છું તેની અંદર તમે કહો કે એ નારી કોણ ? ઉ. દયા (વીસ વસાની અવધિ છે.) ૨. એ દયાને બે પિતાએ જન્મ આપ્યો છે એટલે કે જિનેશ્વર ભગવંતે (૧) અને ગણધર મહારાજાએ (૨) વળી જેને ચતુર્વિધ સંઘે આદરી છે – સ્વીકાર કર્યો છે – પાળી છે. ૩. દવારૂપી કીડીથી ધર્મ રૂપી હાથી ઉત્પન્ન થયો. અને અધર્મરૂપી સસલો એ ધર્મરૂપી હાથીની સામે થયો. ૪. દયારૂપ ધર્મ પ્રાપ્ત થાય એટલે સંવરરૂપી અજવાળું થાય; અવિરત અંધકાર દૂર કરવાને) પછી (એ) વિરતિરૂપી કીડીના ઘરમાં સંયમરૂપી હાથી પ્રવેશ કરે છે. ૫. અગ્નિ-કર્મરૂપી અગ્નિ, વરસે-વરસવા માંડે એટલે ઓછા થાય, તેથી પાણી એટલે ક્ષમારૂપી પાણી દીપે-અજવાળું કરે. સંસારથી કાયર એવા પુરુષોના મદ (અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ છે. તે નાશ પામવા માંડે છે. ૬. એ દયારૂપી પુત્રીથી શુભ ધ્યાનરૂપી પિતા ઉત્પન્ન થાય છે અને એ ધ્યાનથી જ્ઞાનરૂપી જમાઈનો જન્મ થાય છે. ૭. મેહ વરસતાં એટલે જ્ઞાનનો વરસાદ વરસવાથી રજ ઊડે, એટલે અજ્ઞાનરૂપી રજ અથવા કર્મરૂપી રજ ઊડી જાય-જતી રહે-નાશ પામે. લોહ તરે-કર્મથી ભારે એવા જીવ તરે–અદ્ધર ને અદ્ધર રહે જ્ઞાનનો સ્પર્શ એને થાય જ નહિ ને તરણ બૂડે એટલે તરણાં જેવા ૫૦૪ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy