________________
સાધુવંદના
(રમ્ય સં. ૧૭૨૧ વિજયાદશમી ખંભાત)
ઓં નમ શ્રી વીતરાગાય પ્રણમું શ્રી રૂષભાદિ જિણસર, ભુવણદિણસર દેવ, સુરવર કિન્નર નર વિદ્યાધર, જેહની સારઈ સેવ; પુંડરીક પમુહા વલિ વંદું, ગણધર મહિમાગેહ, જેહનું નામ ગોત્ર પણિ સુણતાં, લહિઈ સુખ અછત. ૧ ભરત ભૂપતિ નિજ રૂપ વિલોકિત, દરપણ-ઘરમાંહિસાર, ઉત્તમ ગુણ-ઠાંણી સુહઝણી પામ્યા ભવનો પાર; એહવા મુનિ વઈરાગી ત્યાગી, સોભાગી બડભાગ, ગુણરયણાગર સાગર ગિરૂઆ, પ્રણમું મનિ ધરિ રાગ. ૨ આઈચ જસ ઈણી પરિ મહાજસ, અતિ બલ મહાબલી રાજ, તેજવીરિય દંડવરિય નમિઈ, જલવરિય શુભ કાજ; કિત્તિયવરિય કેવલનાણી આરીસા ધરી આઠ, જંબુપન્નતી નઈ ઠાણાંગિ, એહનો પરગટ પાઠ. ૩
સાધુવંદના
૩૧૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org