________________
સિવાયનો એક અક્ષર પણ નહિ ઉચ્ચારીને, તેઓશ્રીએ પોતાનું ભવભીરુપણું સાબિત કરી આપ્યું છે. તેમનાં રચેલાં સ્તવનો આદિ એટલાં સરલ રસિક અને બોધપ્રદ છે કે આજે પણ આવશ્યકચૈત્યવંદનાદિમાં તે હોંશપૂર્વક ગવાય છે. તેમની નાનામાં નાની કૃતિમાં પણ તર્ક અને કાવ્યનો પ્રસાદ તરી આવે છે. આવા એક પ્રાસાદિક કવિ, મુક્તિમાર્ગના અનન્ય ઉપાસક, અખંડ સંવેગી, ગુણરત્નરત્નાકર, નિબિડ-
મિથ્યાત્વ-ધ્ધાંત-દિનમણિ, પ્રખર જિનાજ્ઞા પ્રતિપાલક અને પ્રચારક મહાપુરુષનું સ્મરણ જૈનોમાં કાયમ રહે એ માટે જેટલા પ્રયત્નો થાય તેટલા કરવા આવશ્યક છે.
આ મહાપુરુષની સાચી ભક્તિ તેમની કૃતિઓનો પ્રચાર કરવામાં રહેલી છે. આ સ્થળે એક વાત યાદ રાખવા જેવી છે કે આ મહાપુરુષની કૃતિઓ ગંભીર શ્રી જિનાગમરૂપી સમુદ્રમાંથી ઉદ્ધરિત થયેલી છે, તેથી તેનાં રહસ્યનો પૂરેપૂરો પાર પામવા માટે આગમ શાસ્ત્રોના પારગામી ગીતાર્થ ગુરુઓના ચરણોની સેવાનો આશ્રય એ જ એક પરમ ઉપાય છે. આ મહાપુરુષની કૃતિઓનો ગુરુગમપૂર્વક અભ્યાસ અર્થિ આત્માઓને જૈનશાસનનો તલસ્પર્શી બોધ કરાવે છે તથા સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપી મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવી આત્મિક અનંત સુખસાગરમાં નિશ્ચિતપણે ઝિલાવે છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org