________________
T
39
નંદાવર્તપૂજન દરમ્યાન વાસક્ષેપ, ચંદન, કેસર, પુષ્પ વગેરે દ્રવ્યો દ્વારા નીચેના ક્રમે પૂજા કરવામાં આવે છે.
(૧) અરિહંતથી માંડીને સમ્મચારિત્ર સુધીના ૮ પદ (૨) ૨૪ તીર્થકરોની માતાઓ.
૧૬ વિદ્યાદેવીઓ. ( ૯ લોકાંતિક દેવો (જેઓ બીજે ભવે મોક્ષે જનારા હોય છે.)
૬૪ ઈન્દ્રો તથા ૬૪ ઇન્દ્રાણીઓ (સ્નાત્રપૂજામાં જેનું વર્ણન છે.) . (૬) ૨૪ યક્ષો (તીર્થકરોના અધિષ્ઠાયકો.)
(૭) ૨૪ યક્ષિણી (તીર્થકરોની અધિષ્ઠાયિકાઓ) . (૮) દશા દિશાન રક્ષક દેવો – દશ દિક્ષાલ. (૯) ૯ ગ્રહ. (૧૦) અન્ય વૈમાનિક દેવો. (૧૧) સમવસરણમાંની ૧૨ પર્ષદા (સમવસરણમાં સિંહાસને બેસીને તીર્થંકર દેશના આપે છે.) (૧૨) સમવસરણના ૧ લા ગઢના દ્વારપાળ. (૧૩) સમવસરણના ૨ જા ગઢના દ્વારપાળ. (૧૪) સમવસરણના ૩ જા ગઢના દ્વારપાળ. (૧૫) ચોખા - ફૂલો ભેળવીને વિવિધ મંત્રાક્ષરોની પૂજા કરાય છે. (૧૬) ત્યારબાદ યંત્રને લાલ કપડામાં વીંટાળીને કુંભસ્થાનની પાસે બહુમાનપૂર્વક મૂકવામાં આવે છે. (૧૭) ૧૦૮ દીવાની આરતી, મંગળ દીવો તથા શાંતિકળશ કરાય છે. (૧૮) આહુવાન મંત્ર દ્વારા આમંત્રિત તમામ દેવ-દેવીઓને વિસર્જન મંત્ર દ્વારા સબહુમાન વિદાય કરાય છે. (૧૯) ત્યારબાદ ચૈત્યવંદન અને ક્ષમાયાચના તથા અવિધિ આશાતના માટે "મિચ્છામિ દુક્કડ" દેવાય છે.
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા.
તીર્થકરના જીવનમાં પાંચ મહત્વપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે. જેને પંચકલ્યાણકના નામે ઓળખવામાં આવે છે.
- ચ્યવન કલ્યાણક (દેવલોકથી અવતરણ) - જન્મ કલ્યાણક (જન્મ) - દીક્ષા કલ્યાણક (સંસાર ત્યાગ) - કેવળજ્ઞાન કલ્યાણક (પૂર્ણજ્ઞાનની ઉપલબ્ધિ) - નિર્વાણ કલ્યાણક (દહમુક્ત, સર્વ કર્મથી મુક્ત)
પોતાના છેલ્લેથી ત્રીજા ભવમાં તીર્થકરનો આત્મા સહુ જીવોના તમામ દુઃખો દૂર કરવાની ઉત્કટ ભાવના સાથે વીશ સ્થાનક તપની આરાધના દ્વારા તીર્થંકર નામ કર્મ બાંધે છે. તીર્થંકરના ભવમાં એ તીર્થકર નામ કર્મ ઉદયમાં આવે છે એ તીર્થકરને યોગ્ય તમામ વિશેષતાઓ, સામગ્રી તથા વાતાવરણ એમને ઉપલબ્ધ થાય છે. તીર્થંકરનો આત્મા શ્રેષ્ઠ મનુષ્ય છે. ક્ષતિરહિત પુરુષ છે.. આપણા સહુના માટે આદર્શ અને ધ્યેયરૂપ છે. એના ચરણે આપણે સાચું શરણ સ્વીકારી શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org