________________
(૪) નિર્મળ
:- નિર્મળ જળના કલશો વડે અભિષેક કરી અમૂલ્ય વસ્ત્રથી જંગલુછણું કરી કુસુમાંજલિ મુકવી. સિદ્ધસ્વરૂપ ભગવંતનો અભિષેક કરવાથી આપણો આત્મા નિર્મળ (પાપરહિત) થાય છે
અને શરીર સુકુમાળ થાય છે. (૫) મચકુંદ
:- મચકંદ (બકુલ), ચંપો, માલતી, કમળ વિગેરે પાંચ પ્રકારના પુષ્પો જિનેશ્વર ભગવંતના
અભિષેક વખતે દેવો ચઢાવે છે, તેને કુસુમાંજલિ કહેવાય છે. (૬) રયણ સિંહાસન - પછી રત્નના સિંહાસન ઉપર જિનેશ્વર ભગવંતની પ્રતિમાને સ્થાપન કરી, જગતમાં જયવંતા
એવા શ્રી શાંતિજિન ભગવંતના જમણા અંગુઠા ઉપર કુસુમાંજલિ મુકવી. (૭) કૃષ્ણાગરુવ :- ઉત્તમ કૃષ્ણાગરૂ ધૂપ હાથમાં ધારણ કરી, હસ્તને સુગંધિત કરી, જગતમાં જયવંતા એવા શ્રી
નેમિજિન ભગવંતના ચરણકમલમાં કુસુમાંજલિ મૂકવી. (૮) જસુ પરિમલ :- જેની સુગંધથી દસે દિશાના ભ્રમરો ગુંજારવ કરતાં ભેગા થાય છે એવી જિનેશ્વર ભગવંતના
A ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ, દેવતાઓને અને મનુષ્યોને સિદ્ધગતિ આપે છે. (૯) પાસા જિનેશ્વર :- ત્યાર પછી ઉત્તમ એવા જળનાં તથા સ્થળનાં જળ અને ફૂલ લઈને જગતમાં જયવંતા એવા
શ્રી પાર્શ્વનાથ ભગવંતના ચરણ ઉપર કુસુમાંજલિ મુકવી. (૧૦) મૂકે કુસુમાંજલિ :- દેવતાઓ પણ જે કુસુમાંજલિ શ્રી વીરપ્રભુના સુકમાલ ચરણે મુકે છે, તે કુસુમાંજલિ મુકવાથી
ભવિ પ્રાણીઓના ત્રણે કાળનાં પાપ દૂર થાય છે. (૧૧) વિવિધ કુસુમવર - ઉત્તમ પ્રકારના વિવિધ જાતિનાં પુષ્પો લઈને જગતમાં જયવંતા એવા શ્રી વીર ભગવંતના
ચરણકમળમાં નમસ્કાર કરી કુસુમાંજલિ મુકવી. (૧૨) નવણકાળે :- જિનેશ્વર ભગવંતના જન્માભિષેક વખતે દેવ અને દાનવો એકઠા થઈ, જેની સુગંધ દશે
દિશામાં પ્રસરી રહેલી છે એવી કુસુમાંજલિ, જેનું નામ પણ વિપ્નનો નાશ કરે છે એવી અનંત ચોવીશીઓના ચરણકમળમાં સમગ્ર દેવો મુકે છે ; તે કુસુમાંજલિ ચતુર્વિધ સંઘનું કલ્યાણ કરો." એમ કહી જગતમાં જયવંતા એવા ચોવીસ જિનેશ્વર ભગવંતના ચરણકમળો
ઉપર કુસુમાંજલિ મુકવી. (૧૩) અનંત ચોવીશી :- જિનેશ્વર ભગવંતની અનંતી ચોવીશીઓને નમસ્કાર કરું છું અને પછી વર્તમાન ચોવીશીનું
સ્મરણ કરૂં છું. એમ કહી ચોવીશ પ્રભુના નામથી કુસુમાંજલી મુકવી. (૧૪) અપચ્છર મંડળી :- જેની આગળ અપ્સરાઓ ગાનતાન કરી રહેલી છે એવા શુભ નામવાળા વિજયવંત શ્રી
વીર (પ્રભુ) જયકરનારા, એવા સર્વ તીર્થકરોના ચરણકમળ ઉપર કુસુમાંજલિ મુકવી. (૧૫) સયલ જિનેશ્વર - સર્વ જિનેશ્વર ભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી તે ભગવંતના કલ્યાણકનો વિધિ હું
કહું છું. તે કલ્યાણકની વિધિનું વર્ણન કરતાં અને સાંભળતાં સમગ્ર સંઘની ઇચ્છા સફળ
થાય છે. (૧૬) સમક્તિ ગુણઠાણે :- તીર્થકર ભગવંતે પ્રથમ પૂર્વ ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત કરી અનુક્રમે ચારિત્રને અંગીકાર કરી
વિધિપૂર્વક વશ સ્થાનક તપનું આરાધન કર્યું અને આ પ્રમાણે મનમાં ભાવદયાને ધારણ
કરતા હતા કે (૧૭) જો હોવે મુજશક્તિ :- જો મારી શક્તિ હોય તો મારે સર્વ જીવોને વીતરાગ શાસનના ધર્મમાં જોડવા. આ પ્રમાણે
નિરંતર નિર્મળ ભાવના ભાવતાં તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું. (૧૮) સરાગથી સંયમ :- સરાગ સંયમને ગ્રહણ કરી આયુષ્ય પૂર્ણ કરી વચમાં એક દેવનો ભવ કરે છે. તે દેવના
ભવમાંથી ચ્યવીને પંદર કર્મભૂમીક્ષેત્રમાંથી મધ્યખંડના કોઈ પણ ક્ષેત્રને વિશે ઉચ્ચકુલવાળા ક્ષત્રિયકુળમાં રાજાની પટરાણીની કુક્ષિમાં ગુણવંત પ્રભુ ગર્ભપણે ઉત્પન્ન થાય છે. તે કેવા શોભે છે,
નિરમા
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org