________________
૫૪
સાલંબન ધ્યાનના આપણે પ્રયોગ કરીએ છીએ તે શું છે?
સૌથી પ્રથમ આપણે સ્થિર આસને બેઠા એટલે કાયાને પરમાત્મ ધ્યાન માટે સ્થિર કરી, વાણીથી પરમામાની સ્તુતિ કરી તેથી વાણું પવિત્ર બની, મનથી પરમાત્માનું ચિંતન કર્યું તેથી મન પવિત્ર-નિર્મળ બન્યું, મન, વચન, કાયા પવિત્ર થવાથી ચિત્તની વિશુદ્ધિ થઈ ચિત્ત વિશુદ્ધ થવાથી ભાવ અને વેશ્યા વિશુદ્ધ થયાં.
લેશ્યા કૃષ્ણ, નીલ, કપોત, અશુભ હતી તે ધ્યાન દ્વારા ભાવ વિશુદ્ધ થવાથી લેશ્યા વિશુદ્ધ થઈ એટલે તેજે, પત્ર અને શુકલ લેશ્યા થઈ. વેશ્યા અને ભાવ વિશુદ્ધ થંવાથી અધ્યવસાય નિર્મળ થયા. અને અધ્યવસાય નિર્મળ થવાથી કષાય પાતળા પડયા અને કષા પાતળા પડવાથી આત્માના દિવ્ય પ્રકાશને આંશિક અનુભવ થયે.
આવી રીતે આપણે બહારથી અંદર ગયા અને આત્મિક આનંદ અનુભવ્યો. હવે અંદરથી બહાર જવાના પ્રસંગે ધ્યાનમાં છેલ્લું દશ્ય પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવું તેનું દર્શન અને ધ્યાન કરવાનું છે. હૃદયમાં બિરાજમાન પરમાત્મા ચોવીસે કલાક આ પણા હૃદયમાં બિરાજમાન છે, તેનું સ્મરણ રાખવાનું છે. તે સ્મરણ માટે “નમે અરિહંતાણુ”નું નિરંતર સમરણ કરવાનું છે. - પરમાત્મા હૃદયમાં બિરાજમાન છે તેવા સ્મરણથી તેમને દિવ્ય પ્રકાશ ચોવીસે કલાક આપણામાં પ્રકાશિત રહેશે. પરમાત્માના પ્રકાશથી કષાયનું મંડળ ચોવીસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org