________________
બતાવેલ ધ્યાન વારંવાર, નિયમિત, શુદ્ધ ભાવથી કરવામાં આવે છે ત્યારે મનની ગતિ પણ આનંદના ભંડાર આત્મા તરફ થતાં દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે. આ રીતે ધ્યાન દ્વારા દિવ્ય આનંદની અનુભૂતિ કરીને બહાર આવેલું મન તે આનંદને ફરી ફરીને ઝંખે છે. તેથી પ્રગટ પરમાનંદના પૂર્ણ ભંડાર અને આપણું પોતાના પરમ આનંદ અને દિવ્ય સુખના એક માત્ર હેતુ રૂપ પરમાત્માનું સ્મરણ -ધ્યાન સહજ બની જાય છે. જે રીતે અત્યારે જગતના વિષયે અને પદાર્થોનું ધ્યાન સહજ રીતે વિના પ્રયત્ન થાય છે, તે રીતે આવા ધ્યાનના પ્રયોગોનું નિયમિત આરાધન કરવાથી પરમાત્માનું સ્મરણ અને ધ્યાન સહજ બની જશે.
- आत्माऽयमहतो ध्यानात् परमात्मत्वमश्नुते ।
रसं विद्धं यथा ताम्र, स्वर्णत्वमधिगच्छति ॥१७॥ છે જેમ રસથી વિંધાયેલું તાંબું સુવર્ણપણાને પામે જ છે, તેમ આ આત્મા શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણાને પામે છે.
(નમસ્કાર ચિંતામણિ)
இவைகவேகன். வேவேவேவேவே கைவைகள்
:13''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org