________________
વાને ઉપાય પણ ધ્યાન છે. આપણું આકર્ષણ જગતના પદાર્થોને બદલે પરમાત્મા તરફ થાય ત્યારે ધર્મધ્યાન શરૂ થાય છે. હકીકતમાં આવા પુસ્તકે કે ધ્યાનના પ્રયોગ દિશા પરિવર્તન માટે જ છે. જે દિશામાં અત્યારે ધ્યાનની ધારા વહી રહી છે તે બદલીને પરમાત્મા અને આત્મચિતન્ય તરફ ધ્યાનની ધારાને લઈ જવા માટેના પ્રોગો આપણે કરવાના છે. આપણું મન એકાગ્ર જરૂર થાય છે. જે વસ્તુ ઉપર એકાગ્ર થતું હતું તે વસ્તુને object બદલવાને છે. જગતના પદાર્થોના બદલે ધ્યાનને વિષય પરમાત્મા અને આત્મચેતન્ય આવા પ્રયોગોથી બને છે. સાકર મીઠી છે તેવું ૧૦૦ પાનાનું પુસ્તક વાંચવું જુદે વિષય છે અને સાકરને ટુકડે મેઢામાં નાખીને સ્વાદનો અનુભવ કર તે જુદે વિષય છે. અહી સ્વાદને અનુભવ કરવાની પ્રક્રિયા બતાવી છે.
આધ્યાન, રૌદ્રધ્યાન, ભય, શાક, ચિંતા આદિમાંથી છૂટવા માટેની ધ્યાન પ્રક્રિયા પ્રાગ નં. ૧ માં છે. તેમાં જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ, પરમાત્માની કૃપાથી પૂર્ણ ભરાઈ જઈએ, પરમાત્માની કરૂણની દિવ્ય શક્તિથી ભાવિત બનીએપ્રભુની કરૂણા માં સ્નાન કરતાં કરતાં સ્થિરતાપૂર્વક ધ્યાન કરીએ ત્યારે પરમાત્માની અરિહંત શક્તિ આપણું અંદર કાર્યશીલ થાય છે અને આ પણું આંતરમન સુધી પહોંચી આપણે વિચાર અને ટેનું પરિવર્તન કરે છે. તે વખતે સેલ્ફ એટો સજેસન (Self Auto suggestion)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org