________________
૩૪
જીવનને સાર્થક કરવા માટે તથા સુખી થવા માટે, જીવનમાં ડગલે અને પગલે વિવિધ સદ્દગુણેની, સામર્થ્યની, તથા પવિત્રતાની જરૂર પડે છે. ખરેખર કહીએ તો, સદ્ગુણો, પવિત્રતા તથા પર માત્માની પ્રાપ્તિ માટે જ આપણે આ જન્મ છે અને આપણું આ જીવન છે.
વિવિધ પ્રકારની વાસનાઓ તથા વિવિધ પ્રકારના દુર્ગુણેમાંથી છૂટીને સદ્ગુણો તથા પવિત્રતા પ્રગટાવવા માટે, પ્રસંગે પ્રસંગે આવશ્યક સામર્થ્ય માટે, જીવનના યુગ ક્ષેમ માટે તથા પરમાત્માને અંદરબહાર સર્વત્ર પ્રાપ્ત કરત્રા માટે શાસ્ત્રમાં વર્ણવેલી ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને નજર સમક્ષ રાખીને ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓને શ્રી બાબુભાઈ કડીવાળાએ સાલખન ધ્યાનના પ્રયોગે આ પુસ્તકમાં શાસ્ત્રાધારે ગુરૂકૃપાથી તેમજ સ્વાનુભવના આધારે સુંદર રીતે વર્ણવી છે.
સુશ્રાવક બાબુભાઈ કડીવાળા વર્ષોથી ધ્યાનમાર્ગના ખૂબ સુંદર ઉપાસક છે. આ પુસ્તકમાં બહુ સરળ શૈલીથી તેમણે ધ્યાનના અનેક અનેક માર્ગો વર્ણવેલા છે કે જેથી સામાન્ય માનવી પણ સહેલાઈથી સમજી શકે. આ વિવિધ પ્રણાલિકાઓમાં, તદ્દન પ્રાથમિક કક્ષાથી પ્રારંભી ચરમ કક્ષા સુધીના અનેક માર્ગો વર્ણવેલા છે. મને લાગે છે કે ગુજરાતી સાહિત્યમાં આ વિષયનું આવું વિશાળ અને સર્વગ્રાહી આ પ્રથમ જ પ્રકાશન હશે.
પહેલાં તો, વાચક આ ધ્યાનના પ્રયોગોને બરાબર સમજી લે, પછી પિતાના ક્ષપશમ પ્રમાણે પોતાને રૂચે તેવા કઈ પણ પ્રયોગને પસંદ કરીને અતિ આદરથી પરમાત્માનું શરણ અને સ્મરણ કરવા પૂર્વક નિયમિત રીતે અમલમાં મૂકે. તે આદરપૂર્વક નિરંતર અભ્યાસથી તેને અવશ્યમેવ આધ્યાત્મિક તથા વ્યાવહારિક લાભ મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org